બીસીસીઆઈ પુરસ્કાર : એક વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે કેપ્ટન કોહલીને

News18 Gujarati
Updated: June 7, 2018, 7:05 PM IST
બીસીસીઆઈ પુરસ્કાર : એક વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે કેપ્ટન કોહલીને

  • Share this:
પાછલી બે સિઝનમાં શાનદાર પ્રદર્શન માટે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સર્વશ્રેષ્ઠ આંતરાષ્ટ્રીય ખેલાડી માટે પોલી ઉમરીગર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા 12 જૂને બેંગ્લોરમાં આયોજિત થનાર સમારોહમાં કોહલીને સન્માનિત કરવામાં આવશે. બીસીસીઆઈએ ગુરૂવારે આની જાણકારી આપી હતી.

બીસીસીઆઈ પુરસ્કાર સમારોહમાં ઘરેલૂ અને આંતરાષ્ટ્રીય સ્તર પર શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીને સન્માનિત કરવામાં આવશે. આ સમારોહમાં જ્યાં એક તરફ કોહલીને પુરૂષ વર્ગમાં 2016-17 અને 2017-18 સિઝનના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાને મહિલા વર્ગમાં આંતરાષ્ટ્રીય સ્તર પર 2016-17 અને 2017-18 સિઝનમાં શાનદાર પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવશે.

રનોનો વરસાદ કરી નાંખ્યો વિરાટે

વિરાટ કોહલીએ 2017-1 સિઝનમાં વનડે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 101ની એવરેજથી 1111 અને ટેસ્ટ ક્રિકેટમાં 89.6ની એવરેજથી 896 રન બનાવ્યા. આ સિઝનમાં તેમને પોતાનો સર્વાધિક સ્કોર 243 રન શ્રીલંકા વિરૂદ્ધ દિલ્હીમાં બનાવ્યા હતા. 2016-17ની સિઝનમાં તેમને બધા જ ફોર્મેટમાં 1847 રન બનાવ્યા હતા.

દાલમિયાના સન્માનમાં ચાર વર્ગોમાં પુરસ્કાર

બીસીસીઆઈ પોતાના અધ્યક્ષ રહેલ દિવંગત જગમોહન દાલમિયાના સન્માનમાં ચાર વર્ગોમાં પુરસ્કાર આપશે. આમાં જગમોહન ડાલમિયાન ટ્રોફી, અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી, બેસ્ટ જૂનિયર અને મહિલા વર્ગમાં સીનિયર ક્રિકેટર પુરસ્કાર સામેલ છે. ક્રિકેટર ઉપરાંત સંઘોને પણ તેમના કામ માટે પુરસ્કૃત કરવામાં આવશે. 2016-17ના સત્રમાં ઘરેલૂ ક્રિકેટમાં સતત સારા પ્રદર્શન માટે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (સીએબી)ને પુરસ્કૃત કરવામાં આવશે. જ્યારે પાછલા સત્ર માટે આ પુરસ્કાર દિલ્હી અને ડ્રિસ્ટિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)ને આપવામાં આવશે.બીસીસીઆઈના કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્નાએ કહ્યું, બોર્ડનું વાર્ષિક પુરસ્કાર સમારોહ એક એવો સમય છે, જ્યાં આ રમતના પૂર્વ દિગ્ગજ, વર્તમાનની પેઢી અને આવનાર સમયના સ્ટાર એક છત નીચે હાજર હોય છે. આ તે ખેલાડીઓનો આભાર વ્યક્ત કરવાનો માધ્યમ છે, જેમને પોતાના કોશલ અને તનતોડ મહેનતથી રમતને વધારી સારી બનાવી છે.
First published: June 7, 2018
વધુ વાંચો
अगली ख़बर