ટીમ ઇન્ડિયા માટે માઠા સમાચાર, વિરાટના અંગૂઠામાંથી નીકળ્યું લોહી, ફ્રેક્ચરની આશંકા!

ઈજા પહોંચતા વિરાટે ફિઝિયોને બોલાવ્યો હતો.

વેસ્ટ ઇન્ડિઝ (West Indies) સામે ત્રીજી વન-ડેમાં વિરાટ કોહલીને (Virat Kohli) ફાસ્ટ બોલર રોચ (Roach)ના બોલ પર અંગૂઠામાં ઈજા પહોંચી હતી. જે બાદમાં વિરાટ દર્દથી કણસતો જોવા મળ્યો હતો. વિરાટની ઈજા ગંભીર હશે તો ટીમ ઇન્ડિયા માટે માઠા સમાચાર હોઈ શકે છે.

 • Share this:
  ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ (West Indies) પ્રવાસ પહેલા રમાયેલી ત્રણેય ટી-20 પોતાના નામે કરી લીધી છે. જે બાદમાં વન-ડે શ્રેણી પર પણ 2-0થી કબજો કરી લીધો છે. હવે ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામે બે ટેસ્ટ મેચ રમવાની છે.

  વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ત્રીજી વન ડેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર અણનમ સદી ફટકારી હતી. ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટથી હાર આપી છે. વિરાટે આ મેચમાં 99 બોલમાં 114 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલીએ 14 ચોગ્ગા ફટકાર્યા હતા.

  વિરાટ કોહલી વન ડેમાં પોતાની 43 સદી સાથે એક દશકામાં 20 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. જોકે, આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પ્રશંસકો માટે ખરાબ સમાચાર છે. હકીકતમાં બેટિંગ દરમિયાન ફાસ્ટ બોલર કીમાર રોચનો એક બોલ વિરાટ કોહલીના જમણા હાથના અંગૂઠામાં લાગ્યો હતો.  બોલ વાગતા કોહલીના અંગૂઠાનો નખ ઉખડી ગયો હતો અને લોહી વહેવા લાગ્યું હતું. જે બાદમાં દર્દથી કણસી રહેલા કોહલીએ પોતાના ફિઝિયોને ઇશારો કર્યો હતો. 27મી ઓવરમાં બીજા બોલ પર આ ઘટના બની ત્યારે વિરાટ કોહલી 85 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. જે બાદમાં બેટિંગ કરતી વખતે વિરાટ કોહલી અનેક વખત પોતાના હાથને ઝાટકતો નજરે પડ્યો હતો.

  ફ્રેક્ચર હોઈ શકે

  અંગૂઠામાં બોલ વાગ્યા બાદ વિરાટ કોહલી જે રીતે પીડાથી કણસી રહ્યો હતો તેના પરથી લાગી રહ્યું છે કે વિરાટની ઈજા ગંભીર હોઈ શકે છે. વિરાટના અંગૂઠામાં ફ્રેક્ચરની આશંકા છે. જોકે, મેચ બાદ જ્યારે તેને ઈજા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટ રીતે કંઈ જણાવ્યું ન હતું. વિરાટ કહ્યું કે નખ ઉખડી ગયો છે અને મને નથી લાગતું કે ફ્રેક્ચર થયું છે.
  Published by:Vinod Zankhaliya
  First published: