Home /News /sport /IND vs ENG: વિરાટ કહોલી બનાવશે 6 નવા રેકોર્ડ, સચિન, પોન્ટિંગ અને ગાંગુલીથી નિકળશે આગળ

IND vs ENG: વિરાટ કહોલી બનાવશે 6 નવા રેકોર્ડ, સચિન, પોન્ટિંગ અને ગાંગુલીથી નિકળશે આગળ

વિરાટ કહોલી લીડ્સ ટેસ્ટમાં 55 રન જ કરી શક્યો હતો. તસવીર-AP

India vs England Third Test: વિરાટ કોહલી (Virat Kohli) ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરવા માટે ઉતરશે ત્યારે તેના નિશાના પર અનેક મોટા રેકોર્ડ હશે, તે બીજી ઈનિંગમાં 45 રન કરીને હજી રમી રહ્યો છે. કોહલીએ 50 ઈનિંગથી સદી ફટકારી નથી.

વધુ જુઓ ...
લીડ્સ: વિરાટ કોહલીની સદીની રાહ લાંભા સમયથી થઈ રહી છે, ત્રીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં તે 45રન કરીને રમી રહ્યો છે. તે 23 હજાર ઈન્ટરનેશનલ રનથી માત્ર 11 ડગલા દૂર છે. ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં ત્રીજા દિવસના અંત સુધીમાં 2 વિકેટ ગુમાવી 215 રન કર્યા છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમે તેની પ્રથમ ઈનિંગમાં 432 રન કર્યા હતા, પાંચ મેચોની સીરીઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ ચાલી રહી છે, જ્યારે આજે કેપ્ટન કોહલી આ 6 રેકોર્ડ બનાવી શકે છે.

1- વિરાટ કોહલી ઈન્ટરનેશનલ (ટેસ્ટ, વન-ડે, ટી-20)ની 489 ઈનિંગમાં 55ની એવરેજથી 22989 રન બાનાવી ચૂક્યો છે, એટલે કે 23 હજાર રનનો આંકડા સુધી પહોંચવા માટે તેને માત્ર 11 રનની જરૂર છે. જો આ શક્ય બને તો સૌથી ઓછી ઈનિંગમાં આટલા રન કરનાર ખેલાડી હબની જશે, સચિન તેડુંલકરે 522 ઈનિંગમાં આ કાર્ય કર્યું હતું જ્યારે સચિન બાદ રાહલ દ્રવિડ બાદ વિરાટ કોહલી ત્રીજો બે્ટસમેન બની શકે છે.

2. કેપ્ટન કોહલી જો ઈનિંગમાં 102 રન કરી બનાવી લે તો તેના ઈંગ્લેન્ડમાં 1000 રન પૂરા થઈ જશે. તે સચિન, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર બાદ આ રેકોર્ડ બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન હની જશે. મહત્વનું છે કે ગાંગુલીએ 915 રન બનાવ્યા છે.

3. વિરાટ કોહલીના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો ભારત બહાર 3874 રન કરનાર ખેલાડી છે. તેણે 14 સદી અને 13 અર્ધસદી લગાવી છે, તે જો શનિવારે 126 રન બનાવી લે તો તે તેના ભારત બહાર 4 હજાર રન પણ પૂરા થઈ જશે. જે પહેલા સચિન, દ્રવિડ, ગાવસ્કર અને લક્ષ્મણ અને ગાંગુલી જ આવુ કરી શક્યા છે.

4. વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડના ત્રણેય ફોર્મેટમાં 2498 રન બનાવ્યા છે. 2500 રનના આંકડો સ્પર્શ કરનાર પ્રથમ ભારતીય બની શકે છે. કોહલીએ પહેલા દુનિયાના માત્ર 3 ખેલાડીઓ આવુ કરી શક્યા છે.

આ પણ વાંચો: IND vs ENG: ચેતેશ્વર પૂજારા જૂના ફોર્મમાં દેખાયો, ઈંગ્લેન્ડ માટે બનશે ખતરાની ઘંટી

5. કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 41 સદી સાથે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ સાથે સંયુક્ત રીતે પ્રથમ નંબરે છે. કોહલી 55 રન ફટકારતા જ પોન્ટિંગને પાછળ છોડી શકે છે. કોહલીની આ 71 મી આંતરરાષ્ટ્રીય સદી હશે. તે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ (71) સાથે મેચ કરી શકે છે. સચિન તેંડુલકર 100 સદી સાથે ટોચ પર છે.

6. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 129 મેચ જીતી છે. જો ટીમ ઇન્ડિયા ત્રીજી ટેસ્ટ જીતવામાં સફળ રહે તો કોહલી 130 જીત સુધી પહોંચી જશે. કોહલી પહેલા વિશ્વના માત્ર 4 કેપ્ટનોએ 130 થી વધુ મેચ જીતી છે.
First published:

Tags: IND Vs ENG, Virat kholi, ક્રિકેટ ન્યૂઝ, વિરાટ કોહલી