Home /News /sport /VIDEO: કેએલ રાહુલ અને વોશિંગ્ટન સુંદરની મોટી ભૂલ બાદ કેપ્ટન રોહિત શર્માનો ફૂટ્યો ગુસ્સો
VIDEO: કેએલ રાહુલ અને વોશિંગ્ટન સુંદરની મોટી ભૂલ બાદ કેપ્ટન રોહિત શર્માનો ફૂટ્યો ગુસ્સો
બાંગ્લાદેશે 40મી ઓવરમાં જ પોતાની 9 વિકેટ ગુમાવી દીધી હતી. (AP)
IND vs BAN: 136 રનમાં નવ વિકેટ ગુમાવીને યજમાન ટીમ હારની આરે ઉભી હતી. પરંતુ મેચ દરમિયાન 43મી ઓવરમાં કેએલ રાહુલે પહેલા મેહદી હસન મિરાજનો કેચ છોડી દીધો હતો.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ શરૂ થઈ ગઈ છે. પ્રતિષ્ઠિત સિરીજની પ્રથમ મેચ મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ લો સ્કોરિંગ રોમાંચક મેચમાં બાંગ્લાદેશની ટીમે એક વિકેટથી જીત મેળવી હતી. મેચ દરમિયાન ભારતીય ફિલ્ડરોની ફિલ્ડિંગ એકદમ સામાન્ય હતી. જેના કારણે કેપ્ટન રોહિત શર્મા મેદાનની વચ્ચે જ ગુસ્સાથી લાલચોળ થયેલો જોવા મળ્યો હતો.
બાંગ્લાદેશે 40મી ઓવરમાં જ પોતાની 9 વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતીય ટીમે આપેલા 187 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 136 રનમાં પોતાની નવ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અહીંથી મેહદી હસન મિરાજ અને મુસ્તફિઝુર રહેમાને ઇનિંગ્સ સંભાળતા ટીમને જીતના ઉંબરે પહોંચાડી દીધી હતી. આ દરમિયાન મેહદી હસનને બે શાનદાર તકો મળી હતી. પ્રથમ વન-ડેમાં પોતાની ટીમ માટે આઠમા સ્થાને બેટિંગ કરી રહેલા મેહદી હસને 39 બોલમાં 38 રનની અણનમ લડાયક ઇનિંગ રમી હતી. આ સાથે જ રહેમાને 11 બોલમાં અણનમ 10 રનનું યોગદાન આપ્યું હતું.
136 રનમાં નવ વિકેટ ગુમાવીને યજમાન ટીમ હારની આરે ઉભી હતી. પરંતુ મેચ દરમિયાન 43મી ઓવરમાં કેએલ રાહુલે પહેલા મેહદી હસન મિરાજનો કેચ છોડી દીધો હતો. આ પછી એ જ ઓવરના આગલા બોલ પર વોશિંગ્ટન સુંદરે પણ ભૂલ કરી. તેની પાસે કેચ પકડવાની સુવર્ણ તક હતી. પરંતુ તે બોલ સુધી પણ પહોંચી શક્યો ન હતો. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા મેદાનમાં ખેલાડીઓ પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો.
મેચ બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, ‘તે ખૂબ જ નજીકની મેચ હતી. અમે મેચમાં વાપસી માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા. અમારી બેટિંગ નબળી હતી પરંતુ બોલિંગ શાનદાર હતી. અમે બાંગ્લાદેશના ખેલાડીઓ પર અંત સુધી દબાણ બનાવી રાખ્યું હતું. જો તમે જોશો તો અમે છેલ્લી કેટલીક ઓવરોમાં અંતમાં વિકેટો લીધી છે. રન વધુ બની શક્યા નહી. જો 30-40 વધુ રન બનાવ્યા હોત તો ચોક્કસ ફરક પડત. કેએલ રાહુલ અને વોશિંગ્ટન સુંદર બંને શાનદાર રમ્યા’.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર