Home /News /sport /ICCએ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો ફેરફાર, હવે એક બોલ પર બે ખેલાડી થશે આઉટ!

ICCએ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો ફેરફાર, હવે એક બોલ પર બે ખેલાડી થશે આઉટ!

Image posted by ICC / Twitter

નવા નિયમ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની શરુઆતથી લાગુ થશે

    આઈસીસીએ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. નવા ફેરફારમાં ટોસથી લઈને ફોર-સિક્સર, નો એન્ડ વ્હાઇટ બોલ અને આઉટ કરવાની રીતનો સમાવેશ થાય છે. ટેસ્ટ ક્રિકેટને આકર્ષક બનાવવા માટે ઘણા સમયથી નિયમોમાં ફેરફાર કરવાની માંગણી કરવામાં આવતી હતી. નવા નિયમ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની શરુઆતથી લાગુ થશે.

    નવા નિયમો પ્રમાણે ટેસ્ટ કિટ ઉપર ખેલાડીના નંબર સાથે તેમનો ઇંસ્ટાગ્રામ હેન્ડલ પણ હશે. આ સાથે હવે એક બોલ પર બે ખેલાડી આઉટ થઈ શકશે. આમાં જો કોઇ ખેલાડી કેચ આઉટ થઈ જાય તો બીજા ખેલાડીને રન આઉટ કરી શકાશે.





    આટલું જ નહીં ડે નાઇટ ટેસ્ટમાં ડબલ રન મળશે. ફોર ફટકારવા પર હવે આઠ રન અને સિક્સ ફટકારવા બદલ 12 રન આપવામાં આવશે.



    વ્હાઇટ એન્ડ નો બોલના સ્થાને બે નવા શબ્દ ફોલ્ટ્સ એન્ડ એસેજેનો ઉપયોગ કરાશે.



    ટેસ્ટ મેચમાં હવે ટોસ થશે નહીં. ટોસના સ્થાને હવે ટ્વિટર પોલ કરવામાં આવશે. પોલ દ્વારા લોકો નક્કી કરશે કે કઈ ટીમ પ્રથમ બેટિંગ કરશે અને કોણ બોલિંગ.





    જો તાપમાન 35 ડિગ્રીથી વધારે હોય તો ખેલાડીઓને શોર્ટ પહેરવાની મંજૂરી મળશે. આટલું જ નહીં કોમેન્ટર્સ ફિલ્ડરના ઘેરેના પાછળ રહીને મેચ વિશે વાત કરી શકશે.



    આઈસીસીના નવા નિયમો જાણીને તમે નવાઈ પામી ગયા હશો. જોકે આ નવા નિયમો હકીકતમાં લાગુ થવાના નથી પણ એપ્રિલ ફૂલ છે. આઈસીસીએ ટ્વિટ કરીને લોકોને એપ્રિલ ફૂલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: આઇસીસી, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन