શું વર્લ્ડકપમાં કોઈ ખેલાડી સંગાકારાનો આ રેકોર્ડ તોડી શકશે?

વિશ્વના આઠ ખેલાડીઓએ વર્લ્ડ કપ દરમિયાન ચાર કે તેથી વધુ સદી નોંધાવી છે, જોકે સતત ચાર સદી નોંધાવાવનો રેકોર્ડ આ વર્લ્ડ કપમાં તૂટશે કે કેમ તે જોવું રહ્યું

News18 Gujarati
Updated: May 17, 2019, 4:07 PM IST
શું વર્લ્ડકપમાં કોઈ ખેલાડી સંગાકારાનો આ રેકોર્ડ તોડી શકશે?
કુમાર સંગાકારાની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: May 17, 2019, 4:07 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : આગામી 30મી મેથી ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત થશે અને તેના કારણે હાલમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં તમામ એક્સપર્ટ્સ ક્રિકેટ વર્લ્ડ કપના રેકોર્ડ્સને ફંફોળી રહ્યાં છે. આ દરમિયાન એક એવો રેકોર્ડ સામે આવે છે જે હજુ સુધી તૂટ્યો નથી. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વિકેટ કિપર કુમાર સંગાકારાનો એક એવો રેકોર્ડ છે જે કદાચ વર્લ્ડમાં તોડવો મુશ્કેલ છે. હજુ સુધી કોઈ ખેલાડી વર્લ્ડ કપના ઇતિહાસમાં આ રેકોર્ડ તોડી શક્યો નથી.

તૂટશે આ રેકોર્ડ?
આ વખતે ઇંગ્લેન્ડની પીચો પર રનના ઢગલા થવાની વકી છે પરંતુ વર્ષ 2015ના વર્લ્ડમાં કુમાર સંગાકારાએ જે રેકર્ડ બનાવ્યો હતો તે તૂટશે કે નહીં તેના પર વિશ્લલેષકોની નજર રહેશે. સંગાકારાએ પોતાના અંતિમ વર્લ્ડ કપમાં સાત મેચમાં 108.30ની એવરેજથી ચાર સદીની મદદથી 541 રન નોંધાવ્યા હતા. સંગાકારાએ બાગ્લાદેશ સામે નોટ આઉટ 105 રન, ઇંગ્લેન્ડ સામે નોટ આઉટ 117, ઑસ્ટ્રેલિયા સામે 104 અને સ્કૉટલેન્ડ સામે 124 રન ફટકાર્યા હતા. શક્ય છે કે આ રેકોર્ડ તોડવો મુશ્કેલ રહેશે.

આ પણ વાંચો : 33 વર્ષ બાદ અચાનક શિખર ધવન કેમ વેજીટેરીયન થઈ ગયો?

આ બેટ્સેમેને ફટકારી છે સતત ત્રણ સદી
વર્લ્ડ કપમાં સંગાકારા પહેલાં ઑસ્ટ્રેલિયાના મેથ્યુ હેડન, ભારત વતી સૌરવ ગાંગુલીએ સતત ત્રણ સદી ફટકારી હતી. વૉ એ વર્ષ 1996ના વર્લ્ડ કપમાં તો હેડને 2007ના વર્લ્ડ કપમાં તો ગાંગુલીએ 2003ના વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું.
તો પણ સચિનથી સંગાકારા એક ડગલું પાછળ
વર્લ્ડ કપના ઇતિહાસમાં અત્યાર સુધીમાં આઠ ખેલાડીઓએ ચાર અથવા તો તેનાથી વધુ સદી નોંધાવી છે. આ લિસ્ટમાં સૌથી આગળ સચિન તેંડુલકર છે .સચિને વર્લ્ડ કપમાં 6 સદી નોંધાવી છે. રિકી પોન્ટિંગ અને સંગાકારાના નામે 5 સદી છે. ગાંગુલ, એબી ડીવિલિયર્સ, માર્ક વૉ, તિલકરત્ને દિલશાન, મહેલા જયવર્દનેના નામે ચાર સદી છે.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...