બોલ ટેંપરિંગમાં પુરી કાંગારૂ ટીમ સામેલ, કેપ્ટન સ્ટીવન સ્મિથે સ્વીકારી ભૂલ

 • Share this:
  જે ઓસ્ટ્રેલિયન ટીમ રબાડા પરથી હટાવવામાં આવેલા પ્રતિબંધનો વિરોધ કરી રહી હતી અને તેને ક્રિકેટના ભવિષ્ય માટેની ભૂલ બતાવી રહ્યાં હતા. તેને જ હવે ક્રિકેટ જેવી જેન્ટલમેન ગેમને શર્મસાર કરી છે. કેપટાઉનમાં સાઉથ અફ્રીકા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાઈ ઓપનર કેમરન બેનક્રોફ્ટ રંગે હાથે બોલ ટેંપરિંગ કરતા પકડાયા હતા.

  બેનક્રોફ્ટ મેચ દરમિયાન તેના ટ્રાઉઝરમાંથી પીળા રંગની વસ્તુ જોવા મળી. સૌથી મોટી વાત એ છે કે બેનક્રોફ્ટની આ હરકત વિશે પુરી ઓસ્ટ્રેલિયાઈ ટીમ મેનેજમેન્ટને જાણ કરી હતી અને આવુ કરવા માટે તેઓએ રણનીતિ બનાવી હતી. ખુદ કેપ્ટન સ્ટીવન સ્મિથે પ્રેસ કોન્ફ્રેંસ કરીને આ વાતને કબુલ કરી છે.

  ત્રીજા દિવસની રમત પૂર્ણ થયા બાદ સ્ટીવન સ્મિથે કહ્યું, 'બોલ ટેંપરિંગની યોજના લંચ બ્રેક દરમિયાન બનાવવામાં આવી હતી. જેનાથી ટીમને ફાયદો થઈ શકે તેમ હતો. અને હારવામાં આવી રહેલી ટેસ્ટ જીતી શકાય તેમ હતી. બેનક્રોફ્ટને આ જવાબદારી આપવામાં આવી હતી. અને તેને આવુ કર્યું પણ ખરૂ. પ્રેસ કોન્ફ્રંસમાં તેને પોતાની ભૂલ સ્વીકારી હતી.

  આ રીતે થયું ટેંપરિંગ
  કેમરન બેનક્રોફ્ટને બોલ સાથે છેડછાની કરવા માટે ખિસ્સામાંથી ચિપ જેવું ઓબ્જેક્ટનો ઉપયોગ કરતો નજરે પડ્યો હતો. જ્યાર પછી તેને પોતાના ટ્રાઉઝરમાં છુપાવવા માટે પ્રયત્ન કર્યો હતો. મેદાન પર લાગેલ સ્ક્રિન પર આ બધુ દેખાયું તો, એમ્પાયર નિગેલ લોન્ગ અને રિચર્ડ ઈલિંગવર્થે તરત જ તેમની સાથે વાત કરી. બેનક્રોફ્ટે સફાઈ આપતા કહ્યું કે, તેમના ચશ્માનો તૂટેલો ટૂકડો છે. જો કે બોલ ટેંપરિંગની વાત ખુદ કેપ્ટન સ્ટીવન સ્મિથે પ્રેસ કોન્ફ્રેંસ કરીને સ્વીકારી છએ કે તેમની પાસે પીળા રંગની ટેપ હતી. અને તેનાથી બોલનો આકાર બગાડવાની કોશિશ કરી રહ્યો હતો. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તે ભૂલનું પરિણામ ભોગવવા માટે તૈયાર છે.  તમને જણાવી દયે કે આઈસીસીના નિયોમો પ્રમાણે બોલ સાથે છેડછાડ લેવલના 2 ગુના છે. જેમાં ખેલાડી પર 100 ટકા મેચ ફીસ પેનલ્ટી લાગે છે. આ સાથએ જ 4 નેગેટિવ પોઇન્ટ સુધી ખેલાડીના હિસ્સામાં જાય છે. જે એખ ટેસ્ટ મેચ માટે બેન કરવા માટે ઘણા છે.

  ઉલ્લેખનિય છે કે, આ મેચમાં પહેલા દિવસે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર કમિંસે બોલને પોતાના પગ નીચે દબાવવાની કોશિશ કરી હતી. જોકે, કમિંશે પોતાના નિવેદનમાં કહ્યું કે, આવું તેમનાથી ભૂલથી થઈ ગયું હતું, જાણી જોઈને તેમને બોલ પગ નીચે દબાવી નહતી.
  Published by:Nisha Kachhadiya
  First published: