કોઈ વિદેશી નહીં બને શકે ભારતીય ક્રિકેટ ટીમના કોચ!

News18 Gujarati
Updated: August 6, 2019, 9:27 PM IST
કોઈ વિદેશી નહીં બને શકે ભારતીય ક્રિકેટ ટીમના કોચ!
કોઈ વિદેશી નહીં બને શકે ભારતીય ક્રિકેટ ટીમનો કોચ!

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પછી ટીમ ઇન્ડિયાને નવો હેડ કોચ મળવાનો છે

  • Share this:
વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પછી ટીમ ઇન્ડિયાને નવો હેડ કોચ મળવાનો છે. ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ પસંદ કરવાની જવાબદારી ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ને મળેલી છે. ભારતીય કોચના મુદ્દા ઉપર મોટી વાત એ આવી રહી છે કે સીએસી કોઈ વિદેશીને આ જવાબદારી આપવાના હકમાં નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે સીએસીને સ્પષ્ટ કરી દીધું છે કે તે આ પદ માટે કોઈ વિદેશીને પસંદ કરવાના પક્ષમાં નથી. ખબર એવી પણ છે કે રવિ શાસ્ત્રી ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બની શકે છે.

ટોમ મૂડીની દાવેદારી
જો સીએસી કોઈ વિદેશીને ટીમ ઇન્ડિયાના કોચ બનાવવાના હકમાં નથી તો પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર અને આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના પૂર્વ કોચ ટોમ મૂડીને સંભાવના ખતમ માનવામાં આવી રહી છે. ટોમ મૂડી હાલ કેરેબિયન પ્રીમિયર લીગના ડાયરેક્ટર છે. અંતિમ વખત મૂડી 2007માં નેશનલ ટીમના કોચ રહ્યા હતા.

આ પણ વાંચો - આફ્રિદીને ગંભીરે આપ્યો જવાબ, કહ્યું - બેટા PoKનું પણ સમાધાન કરીશું!શાસ્ત્રીના કામથી સીએસી સંતુષ્ટતમને જણાવી દઈએ કે સીઓએએ કોચની પસંદગી માટે ત્રણ સભ્યોની સીએસીની નિમણુક કરી છે. જેમાં કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી સામેલ છે. આ સમિતિનું માનવું છે કે જો ગેરી કર્સ્ટન જેવા વ્યક્તિએ ટીમ ઇન્ડિયાના કોચ પદ માટે આવેદન આપ્યું હોત તો વિચાર કરવામાં આવી શક્યો હોત. જોકે ભારતીય ટીમ શાસ્ત્રીના દેખરેખમાં સારું પ્રદર્શન કરી રહી છે. જેમાં ફેરફાર કરવો યોગ્ય ગણાશે નહીં.
First published: August 6, 2019, 9:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading