હવે ટીમ ઇન્ડિયાની જર્સી પર હશે આ ભારતીય કંપનીનું નામ

News18 Gujarati
Updated: July 25, 2019, 11:51 AM IST
હવે ટીમ ઇન્ડિયાની જર્સી પર હશે આ ભારતીય કંપનીનું નામ
છેલ્લા બે વર્ષથી આ જર્સી પર ચીનની કંપની ઓપો (OPPO)નું નામ છપાતું રહ્યું છે.

છેલ્લા બે વર્ષથી આ જર્સી પર ચીનની કંપની ઓપો (OPPO)નું નામ છપાતું રહ્યું છે.

  • Share this:
વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં ભારતીય ટીમની જર્સીનો રંગ બદલાયો હતો. હવે જર્સીમાં બીજો મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જર્સીનો રંગ બ્લૂ રહેશે પરંતુ તેના પર ચીનની નહીં પરંતુ ભારતીય કંપનીનું નામ દેખાશે. છેલ્લા બે વર્ષથી આ જર્સી પર ચીનની કંપની ઓપો (OPPO)નું નામ છપાતું રહ્યું છે. જોકે, હવે તેની જગ્યાએ ભારતીય કંપની બાયજુસ (BYJU'S) નામ નજરે પડશે.

ઓપો બહાર

અંગ્રેજી વર્તમાનપત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ બાદ જર્સી પરથી ઓપો નામ હટી જશે. માર્ચ 2017માં ઓપોએ પાંચ વર્ષ માટે રૂ. 1079 કરોડમાં આ રાઇટ્સ મેળવ્યા હતા. જોકે, કંપનીએ અઢી વર્ષમાં જ જર્સી પરથી નામ હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીસીસીઆઈ આ માટે નવેસરથી હરાજી નહીં કરે, પરંતુ ઓપોએ જાતે જ આ રાઇટ્સ બાયજુસને આપ્યા છે. ઓપોને લાગી રહ્યું હતું કે તેણે જર્સી માટે જરૂર કરતા વધારે ખર્ચ કરી નાખ્યો છે.દર મેચ માટે રૂ. 4.6 કરોડ!

ઓપોના નિર્ણયથી બીસીસીઆઈને કોઈ જ નુકસાન નથી. હવે બાકીની રકમ બાયજુસ પાસેથી વસૂલ કરવામાં આવશે. ઓપોએ દરેક દ્વિપક્ષિય શ્રેણી માટે બીસીસીઆઈને રૂ. 4.6 કરોડ આપવા પડતા હતા. જ્યારે આઈસીસી અને એશિયા કપ માટે કંપનીએ દર મેચ દીઠ રૂ. 1.92 કરોડ બીસીસીઆઈને આપવા પડતા હતા. એટલે કે હવે આ રકમ બાયજુસે આપવી પડશે. આ પહેલા સ્ટાર ઇન્ડિયા દ્વિપક્ષિય શ્રેણી માટે બીસીસીઆઈને મેચ દીઠ રૂ. 1.92 કરોડ ચુકવતી હતી. આ ઉપરાંત સ્ટારે આઈસીસી અને એશિયા કપની મેચ દરમિયાન બીસીસીઆઈને ફક્ત રૂ. 61 લાખ ચુકવવા પડતા હતા.ઓનલાઇન કોચિંગ કંપની

રૂ. 260 કરોડની કંપની BYJU'Sને રવિન્દ્રન નામના વ્યક્તિએ ઊભી કરી છે. આ જ વર્ષે કંપનીએ અમેરિકન કંપની OSMOને ખરીદી છે. શાહરૂખ ખાન આ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. આગામી ત્રણ વર્ષમાં કંપની પોતાની કમાણી રૂ. 260 કરોડમાંથી રૂ. 3250 કરોડ કરવાના લક્ષ્યા સાથે ચાલી રહી છે.
First published: July 25, 2019
વધુ વાંચો
अगली ख़बर