વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ : સિંધૂનો ફાઇનલમાં પરાજય, ગોલ્ડ મેડલ ચૂકી

News18 Gujarati
Updated: August 5, 2018, 3:02 PM IST
વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ : સિંધૂનો ફાઇનલમાં પરાજય, ગોલ્ડ મેડલ ચૂકી
સિંધૂને ફાઇનલમાં સ્પેનની કેરોલિના મારિને સીધા સેટોમાં 21-19, 21-10થી હરાવી હતી.

  • Share this:
ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂનો વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં પરાજય થયો હતો. સિંધૂને ફાઇનલમાં સ્પેનની કેરોલિના મારિને સીધા સેટોમાં 21-19, 21-10થી હરાવી હતી. ફાઇનલમાં પરાજય થતા સિંધુએ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. સિંધૂ સતત બીજી વખત ગોલ્ડ મેડલથી વંચિત રહી હતી. મારિને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. સિંધૂ આ મેચમાં વિજેતા બની હોત તો તે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ હોત. સિંધૂએ ગત વર્ષે પણ આ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

મારિન અને સિંધૂ વચ્ચે અત્યાર સુધી 11 મુકાબલા રમાયા છે. જેમા 6માં મારિનનો વિજય થયો છે. જ્યારે 5માં સિંધૂ વિજેતા બની છે. આ મુકાબલામાં રિયો ઓલિમ્પિક-2016ની ફાઇનલ પણ સામેલ છે. જ્યાં સ્પેનિશ ખેલાડીએ જીત મેળવી હતી.

પ્રથમ ગેમમાં સિંધૂએ શરૂઆતમાં પ્રભાવશાળી રમત બતાવી હતી. તે એકસમયે 14-9થી અને 15-11થી આગળ હતી. જોકે આ પછી સિંધૂની ખરાબ રમતના કારણે મારિને 16-16થી સ્કોર બરાબર કરી લીધો હતો. આ પછી મારિને પ્રથમ ગેમ 21-19થી જીતી લીધી હતી. બીજા ગેમમાં તો સિંધૂ સાવ દબાણમાં જોવા મળી હતી. મારિને શરૂઆતથી જ 5-0થી અને 7-2થી લીડ બનાવી હતી. સિંધુ છેક સુધી આ લીડ કાપી શકી ન હતી અને મારિને 21-10થી ગેમ જીતી મુકાબલો જીતી લીધો હતો.

સિંધૂએ સેમિ ફાઇનલમાં વર્લ્ડની બીજી ક્રમાંકિત જાપાનની અકાને યામાગુચીને 21-16, 24-22થી હરાવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું.
First published: August 5, 2018, 3:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading