Home /News /sport /વર્લ્ડકપ વિજયની ઉજવણી સમયે બટલરે રાશીદ અને મોઈન અલીને સ્ટેજની નીચે ઉતાર્યા, જુઓ શા માટે

વર્લ્ડકપ વિજયની ઉજવણી સમયે બટલરે રાશીદ અને મોઈન અલીને સ્ટેજની નીચે ઉતાર્યા, જુઓ શા માટે

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમની ઉજવણી

ENGvsPAK: T20 WORLD CUP ફાઈનલમાં વિજય બાદ ઈંગ્લેન્ડની ટીમે ઉજવણી શરૂ કરી એ સમયે એક એવી ઘટના બની હતી જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

    Moeen Ali and Rashid Religious Sentiments: 13 નવેમ્બર 2022નો દિવસ ઇંગ્લેન્ડના ક્રિકેટ ઇતિહાસ માટે ઐતિહાસિક બની ગયો હતો. ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ઈંગ્લિશ ટીમે વ્હાઈટ બોલ ક્રિકેટના લેજન્ડ તરીકેની ઓળખ ઉભી કરી લીધી છે. રવિવારે મેલબોર્નના મેદાન પર રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડ તરફથી લેફ્ટ આર્મ પેસર સેમ કરન અને લેગ સ્પિનર આદિલ રાશિદે શાનદાર બોલિંગ કરી હતી. આ પછી ઈંગ્લેન્ડે બેન સ્ટોક્સની અણનમ અડધી સદીની મદદથી પાંચ વિકેટથી જીત મેળવી હતી.

    ઇંગ્લેન્ડના ત્રણ બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા

    ઇંગ્લેન્ડની સામે ટાર્ગેટ મોટો નહોતો પરંતુ પાકિસ્તાનના બોલરોએ સારો દેખાવ કર્યો હતો. પાવરપ્લેમાં જ ઇંગ્લેન્ડના ત્રણ બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. કેપ્ટન જોસ બટલર, એલેક્સ હેલ્સ અને ફિલ સોલ્ટને પાકિસ્તાની ફાસ્ટ બોલરોએ આઉટ કર્યા હતા. આ પછી બેન સ્ટોક્સે તેજ મિજાજ બતાવતા 49 બોલમાં 52 રન બનાવ્યા હતા. ટી-20 ઈન્ટરનેશનલમાં આ તેની પ્રથમ અડધી સદી હતી.

    ઇંગ્લેન્ડે વિજયી રન ફટકાર્યા ત્યારે ડ્રેસિંગ રૂમમાં ઉજવણીનો માહોલ જામી ગયો હતો. બાદમાં જ્યારે ટ્રોફી વિજેતા સુકાની જોસ બટલરને સોંપવામાં આવી હતી, શેમ્પેઇનની બોટલો ખોલવા માટે તૈયાર હતી. જોકે, આ દરમિયાન બનેલી ઘટનાના ખૂબ વખાણ થયા છે. ઇંગ્લેન્ડની ટીમમાં બે ઇસ્લામિક અનુયાયીઓ હતા, આદિલ રશીદ અને મોઇન અલી. બાકીની ટીમ શેમ્પેઇનની ઉજવણી શરૂ કરે તે પહેલાં બંનેને ખસી જવાનો સમય આપવામાં આવ્યો હતો.

    બટલરે પોતાના સાથી ખેલાડીઓની ધાર્મિક ભાવનાનું સન્માન કર્યું હતું. જેથી ઉજવણી પહેલા તસવીર ક્લિક કરાવી હતી અને બાદમાં શેમ્પેઈનની ઉજવણી કરી હતી. તે સમયે રાશિદ અને મોઈન સ્થળ છોડીને જતા રહ્યા હતા.

    આ પણ વાંચો: કોણ છે શ્રીલંકાનો બેટ્સમેન દાનુષ્કા ગુનાથિલકા, જે વર્લ્ડકપ દરમિયાન રેપ કેસમાં ફસાયો

    પેટ કમિન્સે પણ આવું કર્યું હતું

    પેટ કમિન્સે ગયા વર્ષે ઉસ્માન ખ્વાજા સાથે પણ આવું કર્યું હતું. એશિઝ શ્રેણી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ખેલાડીઓને શેમ્પઈનની સાથે ઉજવણી કરતાં અટકાવ્યા હતા, ઉસ્માન ખ્વાજા ઉજવણીમાં જોડાઈ શકે તે માટે તેણે આવું કર્યું હતું.



    અહીં ઉલ્લેખનિય છે કે, ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 137 રન બનાવી શકી હતી. સેમ કરને 4 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે આદિલ રાશિદ અને ક્રિસ જોર્ડને 2-2 વિકેટ લીધી હતી. બેન સ્ટોક્સના અણનમ ૫૨ રનને કારણે ઇંગ્લેન્ડે 19 ઓવરમાં રનચેઝ કર્યો હતો. સેમ કરન મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: England Vs Pakistan, Final, T20 WorldCup, T20 worldcup 2022

    विज्ञापन
    विज्ञापन