બ્રાઝિલની ટીમ જ્યારે વિશ્વકપમાં ભાગ લઇ રહી છે ત્યારે આખા દેશમાં ફૂટબોલનો નશો છવાયો છે. સ્થિતિ એવી છે કે લોકો કામધંધો છોડીને મેચનો આનંદ ઉઠાવી રહ્યા છે. નિર્માણ કામોમાં લાગેલા મજૂરોથી લઇને ઓફિસોમાં કામ કરનારા અધિકારીઓમાં માત્ર ફૂટબોલની ચર્ચા છે. રશિયા અને બ્રાઝિલમાં રહેલા સમય અંતરના કારણે મેચ સવારે હોય છે કાંતો બપોરમાં રમાય છે.
પાંચ વખતની ચેમ્પિયન ટીમ મોટી દેવાદેર હોય ત્યારે તેની અસર કામ-ધંધા ઉપર પડવી સ્વાભાવિક છે. અમર-ઉજાલા વેબસાઇટમાં છપાયેલા આર્ટિકલ પ્રમાણે દુકાનારોના સંગઠન સીએનડીએલે તો પોતાના કર્મચારીઓને જ્યારે બ્રાઝિલની મેચ હોય ત્યારે કામ છોડીને મેચ જોવા માટેની છૂટ આપી છે. તેમણે પોતાના કાર્યસ્થળ ઉપર મેચ જોવા માટેનો જુગાડ કરી રાખ્યો છે. રિયો ડિ જેનેરિયોના એક દુકાનદાર રોબ્સન મેલો જે બાળકોના પુસ્તકો છાપવાનું કામ કરે છે. તેમની પાસે 100થી પણ વધારે કર્મચારીઓ છે તેમનું કહેવું છે કે, જ્યારે વિશ્વકપમાં બ્રાઝિલની મેચ ચાલી રહી હોય ત્યારે કર્મચારીઓનું કામ ઉપર ધ્યાન રાખવું લગભગ અશક્ય છે.
ક્યાંક ક્યાંક બન્યા છે નાના સ્ટેડિયમ
કેટલીક મોટી સંસ્થાઓમાં નાના સ્ટેડિયમ માટે જગ્યા બનાવવામાં આવી છે. જ્યાં બ્રાઝિલના અનેક ધ્વજ લગાવવામાં આવ્યા છે. કૃત્રિમ ઘાંસ પણ નાખવામાં આવ્યું છે. બેસવા માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ટીવી સ્ક્રિન ઉપર મેચ જોનારા લોકો માટે પોપકોન અને સેન્ડવિચની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
બ્રાઝિલમાં ફૂટબોલ મેચ માટે બધું જ રોકાઇ શકે છે. એક ટૂર ટ્રાવેલ એજન્સીના બે હજાર જેટલા કર્મચારીઓ છે. જેમણે કૃત્રિમ મેદાન બનાવીને કર્મચારીઓને ફૂટબોલ પણ આપ્યો છે. ઓફિસમાં જ ફૂટબોલ રમો અને મેચ પણ જુઓ. મેચનું બહાનું બતાવીને બહાર ન જાઓ કારણ કે મેચ દરમિયાન કામ કવાનું સુનિશ્વિત થઇ શકે. આ કંપનીએ તો 2002ની વિજેતા ટીમના સ્ટાર ડેનિલસને પોતાની ઓફિસમાં પણ બોલાવ્યો હતો. તેના મેનેજરનું કહેવું છે કે, અમારા ક્લાઇન્ટ આખી દુનિયામાં ફરે છે. તેમની ફ્લાઇટ કેન્સલ થઇ શકે છે. તેઓ કોઇપણ સમયે ફોન કરી શકે છે. અમે સંપૂર્ણપણ કામ તો બંધ ન કરી શકીએ.
રેસ્ટોરન્ટ બિઝનેસમાં ચાંદી જ ચાંદી
એક મહિનો ચાલનારી ચેમ્પિયનશિપમાં કેટલાક ધંધા વધ્યા છે તો કેટલાક ઘટ્યા છે. રેસ્ટોરન્ટ બિઝનેસમાં આ સમયે સૌથી વધારે કમાણી કરવાનો છે. રિયો સ્થિત એક મોટી રેસ્ટોરન્ટના કહેવા પ્રમાણે સવારની મેચ માટે અમારી પાસે બ્રેકફાસ્ટના વધારે ઓર્ડર આવે છે. પોલીસનું કામ પણ હળવું થયું છે. એક મહિનાનો ગુનાહિત ગ્રાફ પણ ઓછો થયો છે. પ્રોફેશનલ ગુનેગારો પણ આ સમયે મેચોનો આનંદ માણી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર