Home /News /sport /વર્લ્ડ કપમાં બુમરાહના બદલે ખેલાડીની પસંદગીમાં લાગી BCCI, આફ્રિકા શ્રેણીમાં ખેલાડીના પ્રદર્શન પર નિર્ણય થશે

વર્લ્ડ કપમાં બુમરાહના બદલે ખેલાડીની પસંદગીમાં લાગી BCCI, આફ્રિકા શ્રેણીમાં ખેલાડીના પ્રદર્શન પર નિર્ણય થશે

આફ્રિકા શ્રેણીમાં ખેલાડીના પ્રદર્શન પર નિર્ણય થશે

Mohammed Siraj:  ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ જીતી લીધી છે. હવે બંને ટીમોએ વધુ બે મેચ રમવાની છે. આ માટે બુમરાહની જગ્યાએ સિરાજ ઉપલબ્ધ રહેશે. બીસીસીઆઈએ નિશ્ચિતપણે સંકેત આપ્યો છે કે, જો બુમરાહ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે તો તેની જગ્યાએ સિરાજની દાવેદારી વધુ મજબૂત થશે.

વધુ જુઓ ...
  Mohammed Siraj:  ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ જીતી લીધી છે. હવે બંને ટીમોએ વધુ બે મેચ રમવાની છે. આ માટે બુમરાહની જગ્યાએ સિરાજ ઉપલબ્ધ રહેશે. બીસીસીઆઈએ નિશ્ચિતપણે સંકેત આપ્યો છે કે, જો બુમરાહ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે તો તેની જગ્યાએ સિરાજની દાવેદારી વધુ મજબૂત થશે.

  ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. હવે તેના સ્થાને ઝડપી બોલર મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ શુક્રવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી.

  ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ જીતી લીધી છે. હવે બંને ટીમોએ વધુ બે મેચ રમવાની છે. આ માટે બુમરાહની જગ્યાએ સિરાજ ઉપલબ્ધ રહેશે. બીજી મેચ 2 ઓક્ટોબરે ગુવાહાટીમાં રમાશે જ્યારે છેલ્લી મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં રમાશે.

  આ પણ વાંચો :  શોએબ અખ્તર ઉમદા હેતુ માટે આગળ આવ્યો... ઈંગ્લેન્ડના પ્રથમ પ્રવાસ માટે બ્લેઝર-ટાઈની કરશે હરાજી

  T20 વર્લ્ડ કપમાં બુમરાહનું સ્થાન કોણ હશે?

  બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું છે કે, બુમરાહ હજુ બે અઠવાડિયા પછી યોજાનાર ટી20 વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો. જો બુમરાહ છેલ્લી ક્ષણે ફિટ નહીં હોય તો જ નિર્ણય લેવામાં આવશે. આવી સ્થિતિમાં, BCCI એ નિશ્ચિતપણે સંકેત આપ્યો છે કે, જો બુમરાહ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે તો તેની જગ્યાએ

  સિરાજની દાવેદારી વધુ મજબૂત થશે.

  પરંતુ આ માટે પણ સિરાજે પોતાની જાતને સાબિત કરવી પડશે. આ માટે સિરાજ પાસે દક્ષિણ આફ્રિકા શ્રેણીની બાકીની બે મેચો હશે. જો સિરાજ આ બંને મેચમાં જોરદાર પ્રદર્શન કરશે તો જ BCCI તેને બુમરાહના સ્થાને વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ કરી શકશે. નહિંતર, અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી મક્કમતાથી દાવેદારી માટે લડી રહ્યો છે.


  શમી પણ વર્લ્ડ કપનો પ્રબળ દાવેદાર છે

  જોકે, મોહમ્મદ શમીએ હાલમાં જ કોરોનાને મ્હાત આપી છે. પરંતુ આમ છતાં પસંદગી સમિતિ તેમને શા માટે તક નથી આપી રહી તે વિચારવા જેવી બાબત છે. શમીને વર્લ્ડ કપ માટે રિઝર્વમાં રાખવામાં આવ્યો છે. જો સિરાજ દક્ષિણ આફ્રિકા સામેની બે T20 મેચમાં જોરદાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ જશે તો શમીને તક આપવામાં આવી શકે છે. કોઈપણ રીતે, ઘણા દિગ્ગજોએ શમીને ટીમમાં સામેલ કરવાની હિમાયત કરી છે.

  સિરાજે કાઉન્ટી ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કર્યું

  આમ જોવા જઈએ તો, સિરાજનું તાજેતરનું ફોર્મ ઘણું સારું રહ્યું છે અને તે લયમાં દેખાયો છે. સિરાજે આ મહિને વોરવિકશાયર માટે કાઉન્ટી ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તેણે તેના પ્રદર્શનથી છવાય ગયો હતો. સિરાજે એજબેસ્ટન મેદાન પર રમાયેલી મેચમાં સમરસેટ સામે પ્રથમ દાવમાં 82 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

  સિરાજને જ્યારે પણ તક મળી છે ત્યારે તેણે ભારત માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે. સિરાજે અત્યાર સુધીમાં 13 ટેસ્ટ, 10 વનડે અને 5 ટી20 મેચ રમી છે. ટેસ્ટમાં સિરાજે 30.77ની એવરેજથી 40 વિકેટ લીધી હતી. વનડેમાં સિરાજે 31.07ની એવરેજથી 13 વિકેટ લીધી છે. આ સિવાય T20 ઈન્ટરનેશનલમાં સિરાજના નામે પાંચ વિકેટનો રેકોર્ડ છે.

  દક્ષિણ આફ્રિકા સામે T20 માટે ટીમ ઈન્ડિયાની ટીમ

  રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકિપર), દિનેશ કાર્તિક (વિકેટકિપર), આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, દીપક ચહર, ઉમેશ યાદવ, શ્રેયસ ઐયર, શાહબાઝ અહેમદ, મોહમ્મદ. સિરાજ.
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Cricket New in Gujarati, Jasprit bumrah, Sports News in Gujarati, ક્રિકેટ, બીસીસીઆઇ, સ્પોર્ટસ

  विज्ञापन
  विज्ञापन