Home /News /sport /

મેરિકોમ આઠ વર્ષ બાદ વર્લ્ડ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી

મેરિકોમ આઠ વર્ષ બાદ વર્લ્ડ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી

મેરી કોમ (ફાઈલ ફોટો)

વર્ષ 2012માં ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું હતું. તે આ મેડલ જીતનારી એકમાત્ર ભારતીય મહિલા બોક્સર છે.

    બોક્સર મેરિકોમે ગુરૂવારે રમવામાં આવેલા મુકાબલામાં કિમ હિયાંગને 5-0થી હરાવી શાનદાર જીત મેળવી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. મેરીકોમે ગુરૂવારે રમવામાં આવેલી મેચમાં નોર્થ કોરિયાની ખેલાડીને 5-0થી હરાવી ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

    બોક્સ મેરિકોમે ગુરૂવારે રમવામાં આવેલા મુકાબલામાં નોર્થ કોરિયાની કીમ હિયાંગને 5-0થી હરાવી હતી. મેરી કોમે આઠ વર્ષ પહેલા વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી દેશનું નામ રોશન કર્યું હતું. મેરીકોમનો સામનો હવે શનિવારે યૂક્રેનની હના ઓખોટા સાથે થશે.

    ઉલ્લેખનીય છે કે, મેરી કોમ અત્યાર સુધીમાં એક ગોલ્ડ અને સિલ્વર જીતી ચુકી છે. જો મેરીકોમ આ મુકાબલો જીતી જાય છે તો, આ તેના નામે છટ્ઠો ગોલ્ડ મેડલ હશે.

    મેરીકોમ ભારતની સૌથી બેસ્ટ મહિલા બોક્સર છે. તેણે વર્ષ 2012માં ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું હતું. તે આ મેડલ જીતનારી એકમાત્ર ભારતીય મહિલા બોક્સર છે. આ સિવાય તેણે 2014માં એશિયન ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો અને આ પદક મેળવનાર પણ તે પહેલી ભારતીય મહિલા બોક્સર બની.  ત્યારબાદ 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવાની સાથે તેણે આ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ જીતનારી પહેલી ભારતીય મહિલા બોક્સર બનવાનો શ્રેય પણ પોતાના નામે કર્યો હતો.

    વર્ષ 2016માં મેરીકોમને ભારતીય રાષ્ટ્રપતિએ રાજ્યસભાના સભ્ય તરીકે પણ મનોનિત કરી હતી. ત્યારબાદ 2017માં માર્ચમાં મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેયર્સ અને સ્પોર્ટ્સે મેરીકોમને અખિલ કુમાર સાથે બોક્સિંગના નેશનલ ઓબ્ધર્વર તરીકે પદસ્થ કરી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: After, Breaking News, Mary-kom-

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन