Home /News /sport /જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડકપમાંથી બહાર, BCCIએ લગાવી મુહર

જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડકપમાંથી બહાર, BCCIએ લગાવી મુહર

ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આઈસીસી પુરુષ ટી20 વિશ્વ કપ 2022માંથી બહાર થઈ ગયા છે.

ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આઈસીસી પુરુષ ટી20 વિશ્વ કપ 2022માંથી બહાર થઈ ગયા છે. આજે એટલે કે સોમવારે બીસીસીઆઈએ અંતિમ મુહર લગાવી દીધી છે. આ નિર્ણય બીસીસીઆઈની મેડિકલ ટીમે વિસ્તૃત મુલ્યાંકન અને એક્સપર્ટની સલાહ લીધા પછી લીધો છે. બુમરાહને પીઠમાં ઈજા થવાને કારણે દક્ષિણ આફ્રિકાની સામે ચાલી રહેલી 3 મેચોની ટી20 સિરિઝમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આઈસીસી પુરુષ ટી20 વિશ્વ કપ 2022માંથી બહાર થઈ ગયા છે. આજે એટલે કે સોમવારે બીસીસીઆઈએ અંતિમ મુહર લગાવી દીધી છે. આ નિર્ણય બીસીસીઆઈની મેડિકલ ટીમે વિસ્તૃત મુલ્યાંકન અને એક્સપર્ટની સલાહ લીધા પછી લીધો છે. બુમરાહને પીઠમાં ઈજા થવાને કારણે દક્ષિણ આફ્રિકાની સામે ચાલી રહેલી 3 મેચોની ટી20 સિરિઝમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

    જસપ્રીત બુમરાહનું બહાર થવું ભારતીય ટીમ માટે મોટો ઝટકો છે. તે ટીમની એક મહત્વની કડીમાંથી એક છે. તેમનો ટી20માં રેકોર્ડ પણ સારો છે. તે ટી20 ઈન્ટરનેશનલની 60 મેચમાં 20ની સરેરાશથી 70 વિકેટ લઈ ચુક્યા છે. 11 રન આપીને 3 વિકેટ તેમનું બેસ્ટ પ્રદર્શન છે. ઈકોનોમિ 6.62ની છે, જે ટી20ની રીતથી સૌથી સારુ છું. બીજી તરફ ઓવરઓલ ટી20ની વાત કરીએ તો તે 210 મેચમાં 256 વિકેટ લઈ ચુક્યા છે. 10 રન આપીને તે 5 વિકટ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. 2 વખત 4 અને એક વખત 5 વિકેટ લઈ ચુક્યા છે.

    આ પણ વાંચો: વર્લ્ડ કપમાં બુમરાહના બદલે ખેલાડીની પસંદગીમાં લાગી BCCI, આફ્રિકા શ્રેણીમાં ખેલાડીના પ્રદર્શન પર નિર્ણય થશે

    જોકે તેમની જગ્યાએ ક્યાં ખેલાડીને ટીમમાં જગ્યા આપવામાં આવશે, તેની જાહેરાત કરવામાં આવી નથી. બોર્ડ પછી તેની જાહેરાત કરશે. મોહમ્મદ શમી કે મોહમ્મદ સિરાજમાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાની ઉછાળ ભરી પિચ પર તે ટીમ માટે મહત્વના સાબિત થઈ શકે છે. શમી તો વર્લ્ડ કપમાં હેટ્રિક પર લઈ શકે છે. તેમણે 2019માં વનડે વર્લ્ડ દરમિયાન અફઘાનિસ્તાનની વિરુદ્ધ આ કારનામું કર્યું હતું.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Cricket News Gujarati, Cricketers, Jasprit bumrah

    विज्ञापन
    विज्ञापन