નેમારેના શાનદાર ગોલથી બ્રાઝીલે વિશ્વકપ પહેલા અને પોતાની અંતિમ ફ્રેન્ડશિપ મેચમાં ઓસ્ટ્રિયાને 3-0થી માત આપી. નેમારે આ સાથે જ ત્રણ મહિના પહેલા કરાયેલ પગના ઓપરેશન પછી પૂર્ણ ફિટનેસ મેળવ્યાની પુષ્ટી પણ કરી લીધી. સ્ટાર નેમારે મેચમાં 63મી મીનિટે ગોલ ફટકારીને ટીમને જીત અપાવી.
બ્રાઝીલ તરફથી નેમારનો 55મો ગોલ બ્રાઝીલ તરફથી નેમારનો આ 55મો ગોલ છે. આની સાથે જ તેમને દેશ તરફથી સૌથી વધારે ગોલ ફટકરાવાની લિસ્ટમાં રોમારયોની બરાબરી કરી લીધી છે. બ્રાઝીલ તરફથી તેનાથી વધારે ગોલ હવે માત્ર પેલે (77) અને રોનાલ્ડો (62) ફટકાર્યા છે.
બ્રાઝીલ તરફથી અન્ય બે ગોલ ગેબ્રિએલ જીજસ (36મી મીનિટે) અને ફિલિપ કોટિન્હો (69 મીનિટ) ફટકાર્યા હતા. ટિટેની ટીમની વિશ્વકપની પૂર્વ તૈયારી ખુબ જ સારી રહી અને હવે ટીમ રશિયાના સોચ્ચી શહેરમાં પોતાને બેસ માટે રવાના થશે. બ્રાઝીલની ટીમનો આજે એટલે કે, 11 જૂને રશિયા પહોંચવાનો કાર્યક્રમ છે, ત્યાર બાદ ટીમ આવતા રવિવારે સ્વિટ્ઝલેન્ડ વિરૂદ્ધ ટૂર્નામેન્ટની પોતાની પહેલી મેચ રમશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર