Home /News /sport /Boxing મેચ દરમિયાન ચહેરા પર જોરદાર પંચ વાગ્યા બાદ બોક્સરનું થયું મોત, જુઓ VIDEO

Boxing મેચ દરમિયાન ચહેરા પર જોરદાર પંચ વાગ્યા બાદ બોક્સરનું થયું મોત, જુઓ VIDEO

સોશિયલ મીડિયા પર આ મેચનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. (Video Grab)

ક્રૂઝ વેઇટ કેટેગરી બાઉટમાં મોહમ્મદ અસલમના ચહેરા પર જોરદાર પંચ વાગતાં જ રિંગમાં બેભાન થઈ ગયો, હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

નવી દિલ્હીઃ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 33 વર્ષીય બોક્સરનું શનિવારે એક મેચ દરમિયાન પ્રતિદ્વંદીનો વાર ચહેરા પર વાગ્યા બાદ નિધન થઈ ગયું. મોહમ્મદ અસલમ ખાન (Muhammad Aslam Khan) તેના કિકબોક્સિંગ માટે જાણીતો હતો. તે કરાચી (Karachi)ની એક સ્થાનિક ક્લબમાં પાકિસ્તાન બોક્સિંગ કાઉન્સિલ (Pakistan Boxing Council) દ્વારા આયોજિત ‘ફાઇટ નાઇટ સીરીઝ’ દરમિયાન ક્રૂઝ વેઇટ કેટેગરી બાઉટમાં મોહમ્મદ વલી (Muhammad Wali)ની વિરુદ્ધ લડી રહ્યો હતો. આ મેચ દરમિયાન મોહમ્મદ અસલમના ચહેરા પર મોહમ્મદ વલીએ પંચ માર્યો, ત્યારબાદ તે જમીન પર ફસડાઈ પડ્યો. બાદમાં તેનું આ કારણે જ મોત થઈ ગયું.

સોશિયલ મીડિયા (Social Media) પર આ મેચનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પંચ વાગ્યા બાદ મોહમ્મદ અસલમ જમીન પર બેભાન થઈને પડી જાય છે. એક પ્રત્યક્ષદર્શી મુજબ, અસલમને તાત્કાલિક સ્ટેડિયમ રોડની એક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને આઇસીયૂમાં સારવાર આપવામાં આવી. પરંતુ રવિવાર બપોરે તેનું નિધન થઈ ગયું. મોહમ્મદ અસલમ અને મોહમ્મદ વલીની વચ્ચે આ પ્રતિયોગિતા શનિવારે યોજાઈ હતી.
" isDesktop="true" id="1068838" >


આ પણ જુઓ, તસવીરો- સિંઘૂ, ગાજીપુર અને ટિકરી બોર્ડર પર પોલીસની કિલ્લેબંધી, રસ્તા પર ખીલ્લા પાથર્યા

પાકિસ્તાન બોક્સિંગ ફેડરેશન (Pakistan Boxing Federation)એ આ આયોજનની નિંદા કરી છે અને આયોજનથી પોતાને અલગ કરી દીધી છે. તેની સાથે જ આ આયોજનને ગેરકાયદેસર કરાર કરી છે. જિયો ન્યૂઝ સાથે વાત કરતાં પાકિસ્તાન બોક્સિંગ ફેડરેશનના મહાસચિવ કર્નલ નાસિર તુંગે કહ્યું કે, અમારું આ કહેવાતા પ્રોફેશનલ બોક્સિંગ કાઉન્સિલ સાથે કોઈ સંબંધ નથી. અમારી મંજૂરી લીધા વગર આયોજન કરવામાં આવ્યું છે. અમે અમારા બોક્સરોની સુરક્ષા સાથે સમજૂતી ન કરી શકીએ.

કર્નલ નાસિરે વધુમાં કહ્યું કે, એક પ્રોફેશનલ બોક્સર બનવા માટે કેટલીક પૂર્વ આવશ્યક્તાઓ છે અને જે રીતે પ્રોફેશનલ બોક્સિંગના નામે આ બોક્સર લડી રહ્યા છે, તે સંદિગ્ધ છે. પાકિસ્તાન બોક્સિંગ ફેડરેશને બે સભ્યોની કમિટી બનાવી છે, જેમાં અસગર બલોચ અને યૂનિસ પઠાણને સામેલ કરવામાં આવ્યા છે. આ બંને આ ઘટનાની તપાસ કરશે. પાકિસ્તાન ટોપ મોસ્ટ પ્રોફેશનલ બોક્સર મોહમ્મદ વસીમે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ માંગ કરી છે કે સરકારને આ દુર્ઘટના માટે જવાબદાર લોકોની વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો, NASAની કાર્યકારી ચીફ તરીકે ભારતીય મૂળની ભવ્યા લાલની નિમણૂક, જાણો તેમનાં વિશે બધું જ


મોહમ્મદ વસીમે કહ્યું કે, પ્રોફેશનલ બોક્સિંગ કોઈ મજાક નથી. પ્રો બોક્સર બનવા માટે લાઇસન્સ મેળવતા પહેલા આપને પોતાની જાતને સાબિત કરવાની હોય છે. કોઈ પણ વ્યક્તિ પ્રોફેશનલ બોક્સિંગની પ્રતિયોગિતાનું આયોજન કરી રહી છે, આ ખૂબ જ ખતરનાક છે. તેઓએ વધુમાં કહ્યું કે, શું આ લોકોને એ પણ ખબર છે કે પ્રોફેશનલ ફાઇટિંગ શું છે? શું તેઓ જાણે છે કે નિયમ અને આવશ્યક્તાઓ શું છે?
First published:

Tags: Sports news, કરાચી, પાકિસ્તાન, વાયરલ વીડિયો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો