Tokyo Olympics 2020: બૉક્સર લવલીના બીજી જીત બાદ સેમીફાઇનલમાં પહોંચી, ભારતનો બીજો મેડલ પાક્કો

તસવીર: AP

Tokyo Olympics: લવલીના બોરગોહેને (Lovlina Borgohain) ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે બીજો મેડલ પાક્કો કરી લીધો છે. મહિલા બૉક્સર લવલીના પ્રથમ વખત ઓલિમ્પિકમાં ઉતરી છે. ભારતને અત્યારસુધી એક સિલ્વર મેડલ મળી ચૂક્યો છે.

  • Share this:
    નવી દિલ્હી: ભારતીય મહિલા બૉક્સર લવલીના બોરગોહેને (Lovlina Borgohain) ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભારત માટે બીજો મેડલ પાક્કો કરી લીધો છે. મહિલા બૉક્સર લવલીના પ્રથમ વખત ઓલિમ્પિકમાં ઉતરી છે. ભારતને અત્યારસુધી એક સિલ્વર મેડલ (Silver medal) મળી ચૂક્યો છે. લવલીના વેલ્ટરવેટ કેટેગરી (64-69 કિલોગ્રામ)માં સેમીફાઇલમાં પહોંચી છે. આ સાથે જ તેણીએ બ્રોન્ઝ મેડલ પાક્કો કરી લીધો છે.

    ક્વાર્ટર ફાઇલમાં લવલીનાએ તાઇપેની નિએન ચિન ચેનને 4-1થી હાર આપી છે. 16માં રાઉન્ડના મુકાલબામાં તેણે જર્મીની 35 વર્ષની બૉક્સર નેદિને એપેટ્ઝને 3-2થી હાર આપી હતી. આ પહેલા મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu)એ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે.

    લવલીના બોરગોહેન વિશ્વ ચેમ્પિયનશિપમાં બે અને એશિયન ચેમ્પિયનશિપમાં એક વખત બ્રોન્ઝ મેડલ વિજેતા છે. લવલીના પહેલા બૉક્સર એમસી મેરીકોમે 2021 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક ઇતિહાસમાં ફક્ત બે મહિલા બૉક્સર જ મેડલ જીતી ચૂકી છે. જ્યારે પુરુષ કેટેગરીમાં 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં વિજેન્દર સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

    આ પણ વાંચો: આજથી (30 જુલાઈ) રાજ્યના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી 

    પૂજા રાની પાસેથી પણ આશા

    આસામની 23 વર્ષીય લવલીના બોરગોહેન ઉપરાંત મહિલા બૉક્સર પૂજા રાની હજુ મેડલની રેસમાં છે. પૂજા રાની 31મી જુલાઈના રોજ ક્વાર્ટર ફાઇલનમાં ચીનની કિયાન લી સાથે ફાઇટ કરશે. જ્યારે એમસી મેરીકોમ અને સિમરનજીત કૌર રાઉન્ડ-16માં હારીના બહાર થઈ ગઈ છે. ભારતની ચાર મહિલા ખેલાડીએ ઓલિમ્પિક માટે ક્વૉલિફાઈ કર્યું હતું.

    તીરંદાજ દીપિકા કુમારીએ ઈતિહાસ રચ્યો

    દુનિયાની નંબર એક તીરંદાજ દીપિકા કુમારી (Deepika Kumari)એ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન રશિયન ઓલમ્પિક સમિતિની સેનિયા પેરોવો (Ksenia Perova)ને રોમાંચક શૂટ ઓફમાં હરાવીને ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. પાંચ સેટ બાદ સ્કોર 5-5થી બરાબરી પર હતો. દીપિકાએ દબાણનો મજબૂતીથી સામનો કર્યો અને શૂટ ઓફમાં પરફેક્ટ 10 સ્કોર કર્યો અને રિયો ઓલમ્પિકની ટીમ બ્રોન્ઝ મેડલ વિજેતાને હરાવી.

    આ પણ વાંચો: સુરતમાં સસરાની પુત્રવધૂ સાથે ગંદી બાત: 'તું મને ખુશ રાખ, હું તારા બધા શોખ પુરા કરીશ'




    મેરિકોમ ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર


    ભારતીય મહિલા બોક્સર એમસી મેરિકોમ (Mary Kom)ટોક્યો ઓલિમ્પિકમાંથી (Tokyo Olympics 2020) બહાર થઇ ગઇ છે. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તેનો કોલંબિયાની બોક્સર સામે પરાજય થયો છે. મેરિકોમનો પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કોલંબિયાની બોક્સર વેલેંસિયા સામે 2-3થી પરાજય થયો હતો. 51 કિલો વર્ગના આ મુકાબલામાં વેલેંસિયાએ કમાલની રમત બતાવી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: