ફરજ પર બૂટ પોલીશ કરતા ધોનીની તસવીર વાયરલ, લોકોએ કહ્યું- શાબાશ અમારા બહાદૂર સૈનિક!

ધોની પોતાના સરળ અને હંમેશા જમીન પર જ રહેવાના સ્વભાવ માટે જાણીતો છે.

News18 Gujarati
Updated: August 6, 2019, 12:24 PM IST
ફરજ પર બૂટ પોલીશ કરતા ધોનીની તસવીર વાયરલ, લોકોએ કહ્યું- શાબાશ અમારા બહાદૂર સૈનિક!
તસવીર : ટ્વિટર
News18 Gujarati
Updated: August 6, 2019, 12:24 PM IST
ભારતીય ક્રિકેટર એમએસ ધોની હાલ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય આર્મી સાથે ફરજ બજાવી રહ્યો છે. હાલ તે 106 ટીએ બટાલિયન (પેરા) સાથે ફરજ પર છે. આર્મીમાં ફરજ બજાવવા માટે તેણે ક્રિકેટમાંથી બે મહિનાનો વિરામ લીધો છે. ધોની આગામી 15મી ઓગસ્ટ સુધી ખીણમાં જ રહેશે. ધોનીને તાજેતરમાં જ કાશ્મીર ખાતે ભારતીય જવાનો સાથે વોલીબોલ રમતો જોવામાં આવ્યો હતો. આ અંગેની તસવીર વાયરલ થઈ હતી. હવે ધોનીની વધુ એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ તસવીર જોયા બાદ લોકો તેને શાબાશી આપી રહ્યા છે.

ધોની પોતાના સરળ અને હંમેશા જમીન પર જ રહેવાના સ્વભાવ માટે જાણીતો છે. જે તસવીર વાયરલ થઈ છે તેમાં તે પોતાના આર્મી બૂટને પોલીશ કરી રહ્યો છે. વિકેટકિપર તેમજ બેટ્સમેન ધોનીએ ભારતના વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં ટીમ સાથે જવાને બદલે કેટલાક સમય માટે ભારતીય સેનામાં ફરજ બજાવવાનું નક્કી કર્યું હતું. ધોનીની વિનંતીને માન્ય રાખીને બીસીસીઆઈએ તેને આ માટે પરવાનગી આપી હતી. ધોની 31મી જુલાઈના રોજ આર્મી રેજીમેન્ટ સાથે જોડાયો હતો.

Loading...

ધોનીની જે તસવીર વાયરલ થઈ રહી છે તે પ્રશંસકોને ખૂબ પસંદ પડી રહી છે. લોકો આ તસવીર જોયા બાદ ધોનીની સાદગીના વખાણ કરતા થાકતા નથી. લોકો કહી રહ્યા છે કે અમને અમારા સિપાહી પર ગર્વ છે.

નોંધનીય છે કે તાજેતરમાં રમાયેલા વર્લ્ડ કપમાં ધોનીના પ્રદર્શન બાદ કેટલાક લોકોએ તેની ટીકા કરતા કહ્યું હતું કે, ધોનીએ હવે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેવો જોઈએ. જોકે, વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ધોની અને રવિન્દ્ર જાડેજાના સારા પ્રદર્શન બાદ તેના ટીકાકારોની બોલતી બંધ થઈ ગઈ હતી.
First published: August 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...