મોટેરા ટેસ્ટની 14 ફેબ્રુઆરીથી ટિકિટો મળશે, જાણો કેટલા રૂપિયા છે કિંમત અને ક્યાંથી મળશે

મોટેરા ટેસ્ટની 14 ફેબ્રુઆરીથી ટિકિટો મળશે, જાણો કેટલા રૂપિયા છે કિંમત અને ક્યાંથી મળશે
મોટેરા ટેસ્ટની 14 ફેબ્રુઆરીથી ટિકિટો મળશે

વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરામાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ડે-નાઇટ ટેસ્ટ 24 ફેબ્રુઆરીથી શરૂ થશે

 • Share this:
  અમદાવાદ : ગુજરાતના ક્રિકેટપ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તેનો અંત આવ્યો છે. વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર ડે-નાઇટ ટેસ્ટ માટેની ટિકિટોનું વેચાણ 14 ફેબ્રુઆરીને રવિવારથી શરૂ થશે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન(GCA)ના ઓફિશિયલ ટ્વિટર પર આ વાતની જાહેરાત કરવામાં આવી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીથી શરૂ થશે.

  પ્રશંસકો મેચની ટિકિટો બુક માય શો એપ અને GCAની ઓફિશિયલ વેબસાઈટ પરથી મેળવી શકશે. ટિકિટોની કિંમત 300 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી રાખવામાં આવી છે.  આ પણ વાંચો - IND vs END: ટેસ્ટ કારકિર્દીમાં કોહલી 11મી વખત શૂન્ય પર આઉટ થયો, જાણો કેવો છે રેકોર્ડ

  મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ ડે-નાઈટ ટેસ્ટમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ટકરાશે. ભારતીય ટીમ 18 ફેબ્રુઆરીએ અમદાવાદ આવશે. આ ડે-નાઈટ ટેસ્ટ પિન્ક બોલથી રમાશે. અમદાવાદ આવ્યા પછી ભારત અને ઇંગ્લેન્ડની ટીમ લગભગ એક મહિનો શહેરમાં રોકાશે.  અમદાવાદમાં 2 ટેસ્ટ અને 5 ટી-20 મેચ રમાશે

  ત્રીજી ટેસ્ટ - 24થી 28 ફેબ્રુઆરી
  ચોથી ટેસ્ટ - 4થી 8 માર્ચ
  પ્રથમ ટી-20 - 12 માર્ચ
  બીજી ટી-20 - 14 માર્ચ
  ત્રીજી ટી-20 - 16 માર્ચ
  ચોથી ટી-20 - 18 માર્ચ
  પાંચમી ટી-20 - 20 માર્ચ
  Published by:Ashish Goyal
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ