Tokyo Olympicsમાં ઈઝરાયલના સ્વિમર્સે માધુરી દીક્ષિતના હિટ ગીત પર આપ્યું પર્ફોર્મન્સ, જુઓ - Video

માધુરી દિક્ષિતના ગીત પર ડાન્સ

Tokyo Olympics : ઈઝરાયલના સ્વિમર્સની એક ટીમે બોલીવુડના ગીત પર્ફોર્મન્સની સાથે તેમની પ્રેક્ટિસ પૂર્ણ કરી હતી. આ વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો

  • Share this:
    Tokyo Olympics: છેલ્લા કેટલાક વર્ષોમાં બોલીવુડે (Bollywood) તમામ લોકોને પ્રેરિત કર્યા છે. બોલીવુડ ગીત (Bollywood Song) સમગ્ર વિશ્વમાં અનેક લોકોને પસંદ આવી રહ્યું છે. હિંદી ગીતના તાલે ભારતીયોની સાથે સાથે વિદેશીઓ પણ ડાન્સ કરે છે. આ પ્રકારનો એક નજારો ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020)માં ઈઝરાયલના ખેલાડીઓ તરફથી જોવા મળ્યો હતો. ઈઝરાયલના સ્વિમર્સની એક ટીમે બોલીવુડના ગીત પર્ફોર્મન્સની સાથે તેમની પ્રેક્ટિસ પૂર્ણ કરી હતી. આ વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

    ટ્વિટર (Twitter) પર ટોક્યો ઓલિમ્પિક 2020નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ઈઝરાયલની મહિલા સ્વિમર્સ માધુરી દીક્ષિત (Madhuri Dixit)ના ગીત ‘આજા નચલે’ (Aaja Nachle) પર ગ્રેસફુલ પરફોર્મન્સ આપતા જોવા મળી રહી છે. બોલીવુડના આ હિટ ગીત પર ઈઝરાયલના સ્વિમર્સનું પરફોર્મન્સ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. અનેક યૂઝર્સ આ વિડીયો શેર કરીને તેમના વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે આ વિડીયો ટ્વિટ કરીને લખ્યું કે, ‘આ પર્ફોર્મન્સ માટે ઈઝરાયલ ટીમનો ખૂબ ખૂબ આભાર!! તમને ખબર નહીં હોય, પરંતુ આ સાંભળવા માટે અને જોવા માટે હું ખૂબ જ ઉત્સાહિત હતી!! આજા નચલે’.



    આ પણ વાંચોBig Accident : વરસાદમાં મકાન ધરાશાયી, એક જ પરિવારના 7 લોકો ઊંઘતા દટાયા, તમામના મોત

    ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 4 મેડલ જીત્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારત ખૂબ જ સારુ પ્રદર્શન કરી રહ્યું છે. બોક્સર લવલીના બોરગોહેને કાંસ્ય પદક અને મીરાબાઈ ચાનૂએ વેઈટ લિફ્ટીંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત તરફથી સૌથી પહેલો મેડલ જીત્યો હતો. બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુએ દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તો બીજી તરફ કુશ્તીમાં રવિ કુમાર દહિયા મેડલ જીતવાની તૈયારીમાં છે. તેઓ પુરુષોની ફ્રીસ્ટાઈલ 57 કિલોગ્રામના રેસલિંગમાં ફાઈનલમાં પહોંચી ગયા છે. રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે પોતાનો પહેલો કુશ્તી મેડલ ફાઈનલ કરી લીધો છે.
    First published: