આઈપીએલમાં શનિવાર સાંજથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ. સાત એપ્રિલના આઈપીએલ સીઝન 11નો પ્રારંભ થવાનો છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં શનિવારે જ આઈપીએલની આ સીઝનની ઓપનિંગ સેરેમની થશે.
સેરેમની શનિવારે સાંજે 6:15 કલાકે શરૂ થશે. જે આગામી બે મહિનાઓ સુધી ભારતમાં રમાશે. સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર રિતીક રોશન પોતાના ડાન્સથી સેરેમનીમાં ચારચાંદ લગાવશે. જે ઉપરાંત વરૂણ ધવન પણ આ ખાસ શોમાં પોતાનો ડાન્સ બતાવશે. વરૂણ અને રિતીક ઉપરાંત ડાન્સના ગુરૂ પ્રભુદેવા પણ આ સેરેમનીમાં ડાન્સ લોકો તેમના ડાન્સના દિવાના છે.
બોલિવૂડની સાથે સાથે ગ્લેમરનો તડકો મારવા માટે એક્ટ્રેસ જેક્લિન અને તમન્ના ભાટિયા પણ સ્ટેજ પર નજરી આવશે. સેરેમનીમાં પોતાના ધમાકેદાર ગીતો માટે પ્રસિદ્ધ મીકા સિંહ પણ દર્શકો માટે પરફોર્મ કરતા દેખાશે. દર્શકોને સંપૂર્ણ એન્ટરટેઇન્મેન્ટનો ડોઝ આપવાની તૈયારી થઇ ગઇ છે.
પહેલા આ સેરેમની 6 એપ્રિલના રોજ એટલે એક દિવસ પહેલા થવાની હતી પરંતુ બીસીસીઆઈના સીઈઓની દખલ પછી તેને આજે જ કરવામાં આવી છે. આ સમારોહમાં ઘણાં બોલિવૂડ દિગ્ગજો આવવાના છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર