ઇરફાન પઠાણને બતાવવામાં આવ્યો આગામી આતંકી હાફિઝ સઇદ, ઋચા ચઠ્ઠાએ કહી આવી વાત

News18 Gujarati
Updated: July 3, 2020, 3:18 PM IST
ઇરફાન પઠાણને બતાવવામાં આવ્યો આગામી આતંકી હાફિઝ સઇદ, ઋચા ચઠ્ઠાએ કહી આવી વાત
ઇરફાન પઠાણને બતાવવામાં આવ્યો આગામી આતંકી હાફિઝ સઇદ, ઋચા ચઠ્ઠાએ કહી આવી વાત

પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ ટ્વિટર પર પોતાના પર કરેલ એક કોમેન્ટને લઈને નિરાશ

  • Share this:
નવી દિલ્હી : પોતાની ઘાતક બોલિંગથી દુનિયાના મોટા-મોટા બેટ્સમેનોને પરેશાન કરનાર પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ ટ્વિટર પર પોતાના પર કરેલ એક કોમેન્ટને લઈને નિરાશ છે. એક ટ્વિટર યૂઝર્સે ઇરફાન પઠાણ (Irfan Pathan) માટે લખ્યું કે એવું લાગી રહ્યું છે કે તે આતંકી હાફિઝ સઇદ બનવા માંગે છે. જે પછી પૂર્વ ભારતીય ઓલરાઉન્ડરે સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું કે આ કેટલાક લોકોની માનસિકતા છે. આપણે ક્યાં પહોંચ્યા છીએ? શરમજનક અને ખરાબ.આ પણ વાંચો - રવિન્દ્ર જાડેજા બન્યો 21મી સદીનો સૌથી અનમોલ ભારતીય ક્રિકેટર, સચિન-દ્રવિડ રહ્યા પાછળ

હવે અભિનેત્રી ઋચા ચઠ્ઠાએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું કે આ ફેક એકાઉન્ટ છે. આ વાસ્તવિક વ્યક્તિ નથી. ઋચાની આ પ્રતિક્રિયા પર ઇરફાન પઠાણે કહ્યું કે કોઈ તો તેને મેનેજ તો કરી જ રહ્યું છે ને.ઇરફાન પઠાણ સામે ખરાબ કોમેન્ટઇરફાન પઠાણે થોડા સમય પહેલા જ ગ્રેગ ચેપલ પર નિવેદન આપતા કહ્યું હતું કે તેની કારકિર્દી બર્બાદ કરવા માટે ફક્ત ગ્રેગ ચેપલને દોષ આપવો યોગ્ય નથી. આ ન્યૂઝ એક ખાનગી ચેનલે પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યા હતા. આ ન્યૂઝ પર એક ટ્વિટર એકાઉન્ટથી ખરાબ કોમેન્ટ કરવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે ઇરફાન પઠાણ આગામી હાફિઝ સઇદ બનવાની પોતાની ઇચ્છાને છીપાવી શકતો નથી.

ઉલ્લેખનીય છે કે ઇરફાન પઠાણે જામિયા મુદ્દા ઉપર પણ નિવેદન કર્યું હતું. ઇરફાન પઠાણે કહ્યું હતું કે જામિયામાં કોઈ એક ધર્મના લોકો ભણતા નથી. ઇરફાને જામિયા પર ટ્વિટ કરતા પહેલા દરેક ધર્મના લોકો સાથે વાત કરી હતી.
First published: July 3, 2020, 3:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading