ક્રિકેટ જગતમાં થયો હંગામો, મુસ્લિમ ક્રિકેટર પર ઉજવણી દરમિયાન બીયર રેડ્યો

News18 Gujarati
Updated: September 30, 2020, 3:31 PM IST
ક્રિકેટ જગતમાં થયો હંગામો, મુસ્લિમ ક્રિકેટર પર ઉજવણી દરમિયાન બીયર રેડ્યો
(ફોટો ક્રેડિટ: graynics )

ટીમે શેમ્પેઈન અને બીયર દ્વારા જીતની ઉજવણી કરી હતી

  • Share this:
નવી દિલ્હી : ક્રિકેટ જગતમાં હાલ એક નવો હંગામો થયો છે. એક ટૂર્નામેન્ટમાં જીતની ઉજવણી દરમિયાન મુસ્લિમ ક્રિકેટર પર બીયર નાખવામાં આવતા બબાલ થઈ છે. બોબ વિલિસ ટ્રોફી 2020ની (bob willis trophy 2020) ફાઇનલમાં એસેક્સ સમરસેટને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. ટીમે શેમ્પેઈન અને બીયર દ્વારા જીતની ઉજવણી કરી હતી. ઉજવણી દરમિયાન ટીમના સીનિયર ખેલાડી બિલ બટલમેને પોતાની ટીમના સાથે મુસ્લિમ ક્રિકેટર ફિરોઝના માથા પર બીયર નાખી હતી. જેના કારણે જોરદાર બબાલ થઈ હતી. આના કારણે ઇસ્ટ લંડનમાં બ્રિટિશ એશિયન કમ્યૂનિટી ઘણી નારાજ છે. ક્લબ ઉપર માફી માંગવાનું દબાણ વધી રહ્યું છે.

ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે એસેક્સે કહ્યું છે કે એસેક્સ આખી કાઉન્ટી અને આસપાસના ક્ષેત્રોમાં બહુ વિવિધ સમુદાયની અંદર પોતાના કામ પર ગર્વ કરે છે. વિભિન્ન પૃષ્ઠભૂમિ, ધર્મોના ખેલાડીઓ સાથે એક ટીમ છે. જ્યાં તેમના દિલોમાં ક્રિકેટ છે. તેમના મતે ક્લબે ઘણી મહેનત કરી છે. વિવિધતા પર શિક્ષિત કરશે. સાંસ્કૃતિક મતભેદો વિશે વધારે જાગરુક બનાવવામાં આવી શકે.

આ પણ વાંચો - IPL 2020: વિરાટ-રોહિત જેવા દિગ્ગજો થઈ રહ્યા છે ફ્લોપ, ચમકી રહ્યા છે રાહુલ દ્રવિડના શિષ્યો


નેશનલ ક્રિકેટ લીગના સહ સંસ્થાપક સાજિદ પટેલે પણ આ ઘટનાને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ ઘટનાને અપરાધ ગણાવતા ઇંગ્લેન્ડ ટીમનું ઉદાહરણ આપ્યું હતું. જેમણે ઉજવણીમાં આદિલ રાશિદ અને મોઈન અલીનું ધ્યાન રાખ્યું હતું. ઇંગ્લેન્ડની ટીમ જ્યારે શેમ્પેઇન ઉડાડીને વર્લ્ડ કપ 2019 જીતની ઉજવણી કરી હતી ત્યારે બંનેને સાઇડમાં થઈ જવાનો ઇશારો કરવામાં આવ્યો હતો.
Published by: Ashish Goyal
First published: September 30, 2020, 3:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading