Home /News /sport /ધોની સારા લીડર છે, તેમણે 2024ની લોકસભા ચૂંટણી લડવી જોઈએઃ સુબ્રમણ્યમ સ્વામી

ધોની સારા લીડર છે, તેમણે 2024ની લોકસભા ચૂંટણી લડવી જોઈએઃ સુબ્રમણ્યમ સ્વામી

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, પડકારોથી લડવાની પ્રતિભા અને એક ટીમનું નેતૃત્વ કરવાની જે ક્ષમતા ધોનીએ ક્રિકેટમાં દર્શાવી છે, તેની જાહેર જીવનમાં જરૂર છે

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, પડકારોથી લડવાની પ્રતિભા અને એક ટીમનું નેતૃત્વ કરવાની જે ક્ષમતા ધોનીએ ક્રિકેટમાં દર્શાવી છે, તેની જાહેર જીવનમાં જરૂર છે

    નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી. તેમણે આ જાહેરાત પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી કરી. તેમના સંન્યાસ લીધા બાદ બીજેપીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (Subramaniam Swamy)એ તેમને ચૂંટણી લડવાની સલાહ આપી છે. નોંધનીય છે કે, ધોનીએ હજુ સુધી કોઈ પણ રાજકીય પાર્ટીનું સમર્થન નથી કર્યું.

    બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રવિવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર એમએસ ધોનીને સલાહ આપતા ટ્વિટ કર્યું. તેમાં તેઓએ લખ્યું કે, એમએસ ધોની ક્રિકેટની નિવૃત્તિ થઈ રહ્યા છે, બીજા કોઈ ચીજથી નહીં. પડકારોથી લડવાની તેમની પ્રતિભા અને એક ટીમનું નેતૃત્વ કરવાની જે ક્ષમતા તેમણે ક્રિકેટમાં દર્શાવી છે, તેની જાહેર જીવનમાં જરૂર છે. તેમણે 2024માં લોકસભા ચૂંટણી લડવી જોઈએ.


    આ પણ વાંચો, મહેન્દ્ર સિંહ ધોનીના આ ‘7 અનોખા રેકોર્ડ’ જે કદાચ ક્યારેય નહીં તૂટે!

    નોંધનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમને પોતાની કેપ્ટન્સીના દમ પર ઊંચાઈ પર પહોંચાડનારા મહાન ક્રિકેટરોમાં સામેલ બે વારના વર્લ્ડ કપ વિજેતા ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. તેઓએ શનિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની જાહેરાત કરી. તેની સાથે હવે તેમના ભવિષ્યને લઈ ચાલી રહેલી અટકળો પર વિરામ મૂકાઈ ગયો છે.








    View this post on Instagram





    Thanks a lot for ur love and support throughout.from 1929 hrs consider me as Retired


    A post shared by M S Dhoni (@mahi7781) on





    આ પણ વાંચો, સંન્યાસ લીધાના થોડા સમયમાં જ ધોનીને મળી ઇંગ્લન્ડની ટીમથી રમવાની મોટી ઓફર!

    પોતાની રમત અને કેપ્ટન્સીથી ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અનેક સુવર્ણ અધ્યાય લખનારા મહેન્દ્ર સિંહ ધોનીના આ નિર્ણયની સાથે જ ક્રિકેટના એક યુગનો પણ અંત આવી ગયો છે. ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, અત્યાર સુધી આપના પ્રેમ અને સહયોગ માટે ધન્યવાદ. સાંજે 7:29 મિનિટથી મને નિવૃત્ત સમજવો.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Mahendra singh dhoni, Retirement, ક્રિકેટ, ચૂંટણી, રાજકારણ, સ્પોર્ટસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन