Home /News /sport /પાકિસ્તાની ક્રિકેટ કેપ્ટને કરી દીધો પોતાના જ બોર્ડનો ફજેતો, જાહેરમાં કરી દીધી એવી વાત

પાકિસ્તાની ક્રિકેટ કેપ્ટને કરી દીધો પોતાના જ બોર્ડનો ફજેતો, જાહેરમાં કરી દીધી એવી વાત

bismah maroof

Bismah Maroof: પાકિસ્તાની ટીમના કેપ્ટન બિસ્માહ મારુફે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જે બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ફરી એકવાર સવાલોના વર્તુળમાં આવી ગયું છે.

    Bismah Maroof On PCB: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) T20 વર્લ્ડકપ 2022માં ટીમના ખરાબ પરફોર્મન્સ કારણે ચાહકોના નિશાના પર છે. તો બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટની મહિલા ટીમ આયર્લેન્ડ સામે તેમના ઘર આંગણે શ્રેણી રમશે. આ સીરીઝ પહેલા પાકિસ્તાની ટીમના કેપ્ટન બિસ્માહ મારુફે (bismah maroof) એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જે બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ફરી એકવાર શંકાના દાયરામાં આવી ગયું છે.

    બિસ્માહ મારૂફનો મોટો ખુલાસો

    છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલા ક્રિકેટ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. આવી સ્થિતિમાં હવે ઘણા ક્રિકેટ બોર્ડ મહિલા ક્રિકેટરોને પણ પુરૂષ ક્રિકેટરો જેટલો જ પગાર આપવાનું વિચારી રહ્યા છે. ભારત અને ન્યુઝીલેન્ડ જેવા ક્રિકેટ બોર્ડે તો ક્યારનોય આ ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે. પરંતુ આ બધાની વચ્ચે બિસ્માહ મારુફે પીસીબી પર આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે છેલ્લા 8 વર્ષથી તેનો પગાર વધાર્યો નથી.

    પીસીબીની ખુલી પોલ

    બિસ્માહ મારુફ પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે. તે પોતાની ટીમને બહુ સારી રીતે મેનેજ કરે છે. લાહોરમાં એક પ્રેસકોન્ફરન્સ દરમિયાન બિસ્માહ મારુફે કહ્યું, મને લાગે છે કે, મહિલા ક્રિકેટરો પણ ખૂબ મહેનત કરે છે. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે પાકિસ્તાનમાં મહિલા ક્રિકેટને ભારત, ઈંગ્લેન્ડ,ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે બરાબરી કરવા માટે ઘણી પ્રગતિ કરવાની જરૂર છે. તેણે એમ પણ કહ્યું કે, બોર્ડે ચોક્કસપણે ખેલાડીઓને કેટલાક ઈનામ આપ્યા છે અને સારી કોચિંગ સુવિધા પણ આપી છે. પરંતુ પગાર ન વધારવો તે ચોક્કસપણે તેને અને ટીમને ખટકી રહ્યું છે અને તે વાત અમને દુઃખ પણ આપી રહી છે.

    BCCIની મોટી જાહેરાત

    ગત મહિને એક મોટી જાહેરાત કરતી વખતે BCCIએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મેચ ફી પણ પુરૂષ ક્રિકેટરોની સમકક્ષ કરી દીધી હતી. BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે હવેથી મહિલા ક્રિકેટર્સને પણ પુરૂષ ક્રિકેટર્સ જેટલી જ મેચ ફી મળશે. ટેસ્ટ ક્રિકેટમાં એક મેચ માટે 15 લાખ રૂપિયા મળે છે. જ્યારે વન-ડે ઈન્ટરનેશનલમાં પુરુષોને એક મેચ માટે 6 લાખ રૂપિયા આપવામાં આવે છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन