આ દિગ્ગજ ક્રિકેટરે વિરાટ કોહલીને ગણાવ્યો 'હાફ કેપ્ટન'

News18 Gujarati
Updated: March 12, 2019, 11:05 AM IST
આ દિગ્ગજ ક્રિકેટરે વિરાટ કોહલીને ગણાવ્યો 'હાફ કેપ્ટન'
મોહાલી વન-ડેમાં હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીની ટિકા થઇ રહી છે

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મોહાલી વન-ડેમાં હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીની ટિકા થઇ રહી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મોહાલી વન-ડેમાં હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીની ટિકા થઇ રહી છે. ક્રિકેટના જાણકારો તેની કેપ્ટનશિપને નબળી ગણાવી રહ્યાં છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન બિશનસિંહ બેદીએ વિરાટને 'હાફ કેપ્ટન' કહ્યો છે. તેમણે કહ્યું કે મહેન્દ્ર સિહ ધોની ટીમ ઇન્ડિયાનો 'અડધો કેપ્ટન' છે.

બેદીએ કહ્યું કે, હું ટિપ્પણી કરનારો કોણ છું, પરંતુ અમે બધા આશ્ચર્ય અનુભવી રહ્યાં હતાં કે ધોનીને આરામ કેમ અપાયો અને રવિવારે મોહાલીમાં વિકેટ પાછળ, બેટિંગ અને ફીલ્ડિંગમાં તેની કમી જોવા મળી. ધોની એક રીતે અડધો કેપ્ટન છે.

ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટમાં 267 વિકેટ લેનારા બેદીએ ધોનીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, ધોની યુવા ખેલાડી રહ્યો નથી. કેપ્ટનશિપના મોરચે વિરાટને ધોનીનો સાથ જોઇએ. એના વગર તે અસહજ દેખાય છે. આ સારા સંકેત નથી.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે ઇતિહાસમાં આ પહેલીવાર હતું કે જ્યારે ટીમ ઇન્ડિયાને 350 રનના ટાર્ગેટ બાદ પણ હારનો સામનો કરવો પડ્યો. આ પહેલાં ભારતે 23 વખત સાડા ત્રણ સોથી વધુ રન બનાવ્યા અને જીત પણ મેળવી હતી. જે બાદ મોહાલીમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠી રહ્યાં છે.

આ પણ વાંચો: નારિયેળ વેચીને ‘પાર્ટ ટાઇમ જોબ’ કરતો હતો AUSને જીતાડનાર ટર્નર

મોહાલીમાં જ્યારે છેલ્લા સમયે ટીમ ઇન્ડિયા જીત માટે પરસેવો પાડી રહી હતી ત્યારે વિરાટ કોહલી બાઉન્ડ્રી લાઇન પર ફીલ્ડિંગ કરી રહ્યો હતો. જો ધોની ટીમમાં હોત તો વિરાટનું કામ સરળ થઇ ગયું હોત. ધોની વિકેટ પાછળ ઉભો રહીને સતત રણનીતિ તૈયાર કરે છે. તે સતત બોલર્સ સાથે વાતચીત કરે છે.
First published: March 12, 2019, 11:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading