Home /News /sport /

31 વર્ષનો થયો 'બેવડી સદી'નો બાદશાહ, નવેમ્બર-ડિસેમ્બર મહિનાથી ખાસ લગાવ

31 વર્ષનો થયો 'બેવડી સદી'નો બાદશાહ, નવેમ્બર-ડિસેમ્બર મહિનાથી ખાસ લગાવ

    ટીમ ઈન્ડિયાના હિટમેન એટલે રોહિત શર્મા આજે પોતાનો 31મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આંતરાષ્ટ્રીય ક્રિકેટના કેટલાક રેકોર્ડ રોહિત શર્માના નામે નોંધાયેલા છે. આ રેકોર્ડસમાં સૌથી ખાસ છે વનડેમાં ત્રણ બેવડી શતક. રોહિત એકમાત્ર એવો ક્રિકેટર છે, જેને વનડેમાં ત્રણ વખત ડબલ સેન્ચ્યુરી ફટકારી છે.

    રોહિત શર્માએ પહેલી 2013, પછી 2014 અને 2017માં ટ્રિપલ સેન્ચ્યુરી લગાવી. બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તેમને 209 રનની ઈનિંગ રમી હતી. ત્યાર બાદ કોલકાતામાં શ્રીલંકા વિરૂદ્ધ 264 રન બનાવ્યા હતા. 2017માં એકવાર ફરીથી શ્રીલંકા વિરૂદ્ધ (208) ત્રીજી બેવડી સદી ફટકારી હતી.

    રસપ્રદ વાત તે છે કે રોહિતને નવેમ્બર અને ડિસેમ્બર મહિનાથી ખુબ જ લગાવ છે. રોહિતે બે વનડે બેવડી સદી નવેમ્બર અને એક ડિસેમ્બરમાં ફટકારી છે. બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 2 નવેમ્બર 2013માં પહેલી શતક (209). બીજી શતક (264) શ્રીલંકા વિરૂદ્ધ કોલકાતામાં 13 નવેમ્બરે ફટકારી હતી. જ્યારે 13 ડિસેમ્બર 2017ના દિવસે મોહાલીમાં શ્રીલંકા વિરૂદ્ધ ત્રીજી બેવડી સદી ફટકારી હતી.



    તે ઉપરાંત ભારતીય ટીમની કેપ્ટનસી કરતાં ઈન્દોમાં 22 ડિસેમ્બરે 2017માં શ્રીલંકા વિરૂદ્ધ ટી20 શતક પણ ફટકારી હતી. રોહિતે 35 બોલમાં જ સદી ફટકારી દીધી હતી. આ સાથે જ હિટમેને ડેવિડ મિલરની સૌથી ફાસ્ટ શતક (ટી20)ના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી હતી.

    રોહિત શર્મા હાલમાં આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની કમા સંભાળી રહ્યાં છે. આઈપીએલમાં રોહિત સૌથી વધારે રન બનાવવાના મામલે ત્રીજા નંબર પર છે. તેનાથી આગળ ચેન્નાઈ સુપરકિંગ્સના બેટ્સમેન સુરેશ રૈના અને આરસીબી કેપ્ટન વિરાટ કોહલી છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Birthday Special, રોહિત શર્મા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन