ઇન્ડોનેશિયા ઓપનમાં સિંધુએ જીત મેળવી ઉજવ્યો જન્મદિવસ

News18 Gujarati
Updated: July 5, 2018, 4:20 PM IST
ઇન્ડોનેશિયા ઓપનમાં સિંધુએ જીત મેળવી ઉજવ્યો જન્મદિવસ
સિંધુએ જાપાનની આયા ઓહરીને હરાવીને જન્મદિવસ ઉજવ્યો હતો.

  • Share this:
ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુ ઇન્ડોનેશિયા ઓપન બીડબ્લ્યુએફ વર્લ્ડ ટુર સુપર 1000 ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઇ છે. આજે તેમનો 23મો જન્મદિવસ છે. સિંધુએ જાપાનની આયા ઓહરીને હરાવીને જન્મદિવસ ઉજવ્યો હતો.

સિંધુએ થાઈલેન્ડની પોર્નપાવી ચોચુવોંગને 21-15, 19-21 અને 21-13થી હરાવી હતી. હવે તેની મેચ ચીનની બિંગજિયાઓની સાથે રમાશે.

આ સ્પર્ધામાં પોતાની પહેલી મેચમાં ચીનની દિગ્ગજ ખેલાડી લિન ડૈનને હરાવનાર એચ એસ પ્રણોય પણ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. સિંધુ પોતાની ખેલથી ઘણાં લોકોને પ્રભાવિત કર્યા છે.

વર્લ્ડ નંબર 16 ઓહોરીને 21-17, 21-14 થી હરાવી હતી, તેમજ તેની ગેમ 36 મિનિટ સુધી ચાલી હતી. અહીં સિંધુની જાપાની ખેલાડી સામે પાંચમી જીત છે. દુનિયાની નંબર ત્રણ ખેલાડી સિંધુ છેલ્લા અઠવાડિયે મલેશિયા ઓપનની સેમીફાઈનલમાં પહોંચી હતી.
First published: July 5, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading