એક દિવસમાં બે સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન, દુનિયા કરે છે સલામ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમનાર પ્રથમ ભારતીય એસ રણજીત સિંહજીનો જન્મ 10 સપ્ટેમ્બર 1872નો રોજ થયો હતો. રણજીતસિંહજીના નામે આજે ભારતમાં રણજી ટ્રોફી રમાય છે

News18 Gujarati
Updated: September 11, 2018, 12:16 PM IST
એક દિવસમાં બે સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન, દુનિયા કરે છે સલામ
એસ રણજીત સિંહજી (તસવીર - ટ્વિટર)
News18 Gujarati
Updated: September 11, 2018, 12:16 PM IST
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમનાર પ્રથમ ભારતીય એસ રણજીત સિંહજીનો જન્મ 10 સપ્ટેમ્બર 1872નો રોજ થયો હતો. રણજીતસિંહજીના નામે આજે ભારતમાં રણજી ટ્રોફી રમાય છે. આ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી જ ભારતને સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી, અનિલ કુંબલે જેવા મહાન ખેલાડી મળ્યા છે. રણજીતસિંહ ભલે ભારતીય હતા પણ તે ઇંગ્લેન્ડ તરફથી 15 ટેસ્ટ રમ્યા હતા. પોતાની કારકિર્દી દરમિયાન ઘણા એવા રેકોર્ડ બનાવ્યા હતા. જેના કારણે તેમને ઇતિહાસના મહાન ખેલાડીઓમાં સ્થાન મળે છે.

રણજીતસિંહ જી પ્રથમ ટેસ્ટ રમનાર ભારતીય હતા. આ ઉપરાંત તેમણએ પ્રથમ ડેબ્યુ ટેસ્ટમાં જ ધમાકો મચાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલ ટેસ્ટ મેચમાં તેમણે પ્રથમ ઇનિંગ્સમાં 62 અને બીજી ઇિંગ્સમાં 154 રન બનાવ્યા હતા. આટલી શાનદાર બેટિંગ છતા ઇંગ્લેન્ડનો પરાજય થયો હતો.

ઓગસ્ટ 1896માં રણજીતસિંહે એક જ દિવસમાં બે સદી ફટકારી દીધી હતી. હોવમાં રમાયેલ ફર્સ્ટ ક્લાસ મેચમાં રણજીતસિંહે પ્રથમ ઇનિંગ્સમાં 100 અને બીજી ઇનિંગ્સમાં 125 રન બનાવ્યા હતા. દુનિયાનો કોઈ ક્રિકેટર આવી સિદ્ધિ મેળવી શક્યો નથી.

રણજીત સિંહે 15 ટેસ્ટ મેચ રમીને 989 રન બનાવ્યા હતા.તેમની એવરેજ 45ની આસપાસ હતી ફર્સ્ટ ક્લાસ મેચમાં તેમણે 56.37ની એવરેજ 24,000થી વધારે રન બનાવ્યા છએ. જેમાં 72 સદીનો સમાવેશ થાય છે.

1899થી 1903 સુધી સસેક્સની કેપ્ટનશિપ કર્યા પછી રણજીત સિંહે 1904માં ભારત પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો.
First published: September 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...