Chess Champion વિશ્વનાથન આનંદ પર બનશે બાયોપિક, ચેસ ચેમ્પિયનનો રોલ કરી શકે છે આ અભિનેતા

વર્લ્ડ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદના જીવન ઉપર બનશે બાયોપિક

Biopic on Viswanathan Anand : સૌરવ ગાંગુલી પછી હવે દેશની વધુ એક જાણીતી સ્પોર્ટ્સ પર્સનાલિટીની બાયોપિક (biopic) બનવા જઈ રહી છે. અમે વાત કરી રહ્યાં છીએ પાંચ વખત ચેસ વર્લ્ડ ચેમ્પિયન (world chess champion) રહી ચુકેલા વિશ્વનાથન આનંદ (Viswanathan Anand) વિશે.

  • Share this:
    સૌરવ ગાંગુલી પછી હવે દેશની વધુ એક જાણીતી સ્પોર્ટ્સ પર્સનાલિટીની બાયોપિક (biopic) બનવા જઈ રહી છે. અમે વાત કરી રહ્યાં છીએ પાંચ વખત ચેસ વર્લ્ડ ચેમ્પિયન (world chess champion) રહી ચુકેલા વિશ્વનાથન આનંદ (Viswanathan Anand) વિશે. વિશ્વનાથન લગભગ 2 વર્ષ પછી કોલકાતા પાછા આવ્યા અને એક ઈન્ટરવ્યૂ દરમ્યાન તેમણે પોતાની બાયોપિક વિશે વાત કરી હતી. 17 નવેમ્બરથી કોલકાતામાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ચેસ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ છે, જે આવતા રવિવાર સુધી ચાલશે. જણાવી દઈએ કે થોડાં વર્ષ પહેલા વિશ્વનાથન આનંદ વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન સામે આ ટૂર્નામેન્ટમાં રમ્યા હતા. જોકે આ વખતે આનંદને ટૂર્નામેન્ટમાં રમવા માટે નહીં, પરંતુ મેન્ટર તરીકે બોલાવવામાં આવ્યા છે.

    આનંદ પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ રહે છે. જોકે હવે તેમનું કહેવું છે કે આ બાયોપિકને કારણે હવે તેની પર્સનલ લાઈફ વિશે લોકોને વધુ માહિતી મળશે. આનંદનું કહેવું છે કે, લોકોને તેની પર્સનલ લાઈફની જાણકારી મળવાને કારણે લોકો એવું માનવાનું છોડી દેશે કે ચેસ પ્લેયર એલિયન પ્લેનેટથી આવે છે.

    કામ શરૂ

    આનંદનું કહેવું છે કે, મેં બાયોપિક માટે મંજૂરી આપી છે. પ્રોડ્યુસર સાથે આ વિશે ચર્ચાઓ પણ ચાલી રહી છે. મેં મારી લાઈફ સ્ટોરીઝ પણ તેમની સાથે શેર કરી છે. હવે સ્ક્રિપ્ટ લખવાની કામગીરી પણ શરૂ થઈ જશે. કોરોનાને કારણે સ્ક્રિપ્ટનું કામ હાલ અટકી ગયું છે. આશા છે કે કામ જલ્દી જ શરૂ કરવામાં આવશે. હાલ હું આ બાયોપિક વિશે વધુ વિગતો આપી શકીશ નહીં. આ માટે તમારે થોડા દિવસ રાહ જોવાની રહેશે તમને તમામ વિગતો મળી જશે.

    આ પણ વાંચો : અનુષ્કા શર્માએ શેર કરી ગ્રીન બિકિની પહેરેલી તસવીર, વિરાટ કોહલીએ આપ્યું આવું રિએકશન

    તનુ વેડ્સ મનુ'ના ડાયરેક્ટર આનંદ એલ રાય બનાવશે

    આનંદને પૂછવામાં આવ્યું કે, તમારી બોયપિક કોના દ્વારા બનાવવામાં આવી રહી છે. તેના જવાબમાં આનંદે કહ્યું કે હાલ બાયોપિકનું કામ ચાલી રહ્યું છે, હું વધુ કંઈ જણાવી નહીં શકું. જોકે સમાચારો પ્રમાણે 'તનુ વેડ્સ મનુ'ના ડાયરેક્ટર આનંદ એલ રાય દ્વારા આનંદની બાયોપિક બનાવવામાં આવશે.

    આમીર ખાનને પોતાના રોલમાં જોવા માંગે છે

    જ્યારે આનંદને પૂછવામાં આવ્યું કે તે ફિલ્મમાં કોને પોતાના રોલમાં જોવા માંગે છે, તે તેના જવાબમાં આનંદે કહ્યું કે, હું એ તો ન જણાવી શકું કે કોણ રોલ પ્લે કરશે, પરંતુ મારી ચોઈસની વાત કરું તો હું ઓનસ્ક્રીન આમીર ખાનને વિશ્વનાથન આનંદ તરીકે જોવા માંગીશ.

    લિએન્ડર પેસની જેમ આનંદને પણ પૂછવામાં આવ્યું કે શું તે પોલિટિક્સમાં આવવા માંગશે કે કેમ, જેનાં જવાબમાં આનંદે કહ્યું કે મારો એવો કોઈ વિચાર નથી, હું માત્ર ચેસ રમવા માંગું છું.

    આ પણ  વાંચો :  Highest Paid Female Cricketer: સૌથી વધુ આવક ધરાવતી આ છે 5 મહિલા ક્રિકેટરો, જાણો સ્મૃતિ મંધાનાનો પગાર

    રિટાયરમેન્ટનો સવાલ જ નથી

    રિટાયરમેન્ટ પ્લાનિંગ વિશે પૂછવામાં આવતા આનંદે કહ્યું કે હાલ તો રિટાયરમેન્ટનો કોઈ સવાલ જ નથી. હું હાલ ચેસ પ્લેયિંગ એન્જોય કરી રહ્યો છું. મહામારીના સમયમાં પણ હું કેટલીક ટૂર્નામેન્ટ રમી ચુક્યો છું. આવનારા દિવસોમાં પણ કેટલાક મેચ પણ છે જે હું રમવાનો છું. 24 નવેમ્બરે શરૂ થનાર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં હું કોમેન્ટેટર તરીકે હાજર રહેવાનો છું.
    First published: