એમએસ ધોની અને સચિન તેંડૂલકર બાદ 'આ' મહિલા ક્રિકેટર પર બનશે બાયોપિક

News18 Gujarati
Updated: May 18, 2018, 12:40 PM IST
એમએસ ધોની અને સચિન તેંડૂલકર બાદ 'આ' મહિલા ક્રિકેટર પર બનશે બાયોપિક

  • Share this:
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સભ્ય ઝૂલન ગોસ્વામીના જીવન પર બની રહેલી ફિલ્મના પ્રસારણ અધિકારી સોની પિક્ચર્સે ખરીદી લીધા છે. સોની પિક્ચર્સ ઈન્ટરનેશનલ પ્રોડક્શન દ્વારા આપવામાં આવેલ નિવેદન અનુસાર આ સ્ટૂડિયો ડૂનામિસ ઈન્ટરનેશનલ સાથે મળીને ટીમને પ્રસારીત કરશે.

સોની પિક્ચર્સના વ્યવસ્થાપક નિદેશક વિવેક કૃષ્ણાનીએ કહ્યું, "ઝૂલનના જીવનને જોતા તે ખબર પડે છે કે, તેમને ખુબ જ મહેનત કરી છે અને ઘણું બધુ મેળવ્યું છે. તે ખુબ જ સારૂ અને પ્રેરણાદાયક છે."

તેમને કહ્યું, "જે લોકો ક્રિકેટને પોતાનું સર્વસ્વ માને છે તેમના માટે તેઓ આદર્શ છે. જ્યારે અમે પહેલી વાર તેમની ક્રિકેટની સફર વિશે સાંભળ્યું ત્યારે અમને લાગ્યુ કે આપણે આને મોટા પડદા પર લાવવું પડશે." કૃષ્ણાનાનીએ કહ્યું, "અમે અમારા પાર્ટનર ડુમાનિસ એન્ટરટેન્ટમેન્ટ સાથે મળીને તેમના જીવનને મોટા પડદા પર ઉતારવાની કોશિશ કરી રહ્યાં છીએ"

ઝૂલન એવી મહિલા ક્રિકેટ ખેલાડી હશે જેમના ઉપર બાયોપિક બનશે. તેમનાથી પહેલા પુરૂષ ક્રિકેટ ખેલાડીઓ પર બાયોપિક બની ચૂકી છે જેમાં વિશ્વ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, મોહમ્મદ અઝહરૂદ્દીન અને સચિન તેંડૂલકરનું નામ સામેલ છે.
First published: May 18, 2018
વધુ વાંચો
अगली ख़बर