ઈનિંગ અને 870 રનથી મેચ જીતીને રચ્યો ઈતિહાસ, PAKનો તોડ્યો રેકોર્ડ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 4, 2017, 6:38 PM IST
ઈનિંગ અને 870 રનથી મેચ જીતીને રચ્યો ઈતિહાસ, PAKનો તોડ્યો રેકોર્ડ

  • Share this:

બિહારે વિજય મર્ચેન્ટ ટ્રોફી અંડર-16ની મેચમાં અરૂણાચલ પ્રદેશને ઈનિંગ અને 870 રનથી કરારી માત આપીને ઈતિહાસ રચી દીધો છે. આ ક્રિકેટ હિસ્ટ્રીનું સૌથી મોટું વિનિંગ માર્જિન છે. બિહારે સાત વિકેટ પર 1007 રન પર ઈનિંગ ડિક્લેર કર્યા બાદ અરૂણાચલને બીજી ઈનિંગમાં માત્ર 54 રનમાં પેવેલિયન ભેગી કરી નાંખી હતી.


આ પહેલા અરૂણાચલની ટીમ પહેલી ઈનિંગમાં 83 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પટનાના એનર્જિ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં પહેલી ઈનિંગના આધારે 914 રનની લીડ મેળવ્યા બાદ બિહારે અરૂણાચલ પ્રદેશને બીજી ઈનિંગમાં માત્ર 54 રનમાં ઓલઆઉટ કરી નાંખ્યુ હતું.


પહેલી ઈનિંગમાં સાત વિકેટ લેનાર રેશુ રાયએ બીજી ઈનિંગમાં પણ માત્ર 23 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. બિહાર તરફથી બેટ્સમેન બલજીત સિંહ બિહારી 380 બોલમાં 358 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેને પોતાની ઈનિંગ દરમિયાન 36 ફોર ફટકારી હતી. બિહારી ઉપરાંત પ્રકાશ બાબુએ 220 અને કેપ્ટન અર્ણવ કિશોરે 169 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી.આ પહેલા ક્રિકેટમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ પાકિસ્તાન રેલવેના નામે નોંધાયલો હતો. પાકિસ્તાન રેલવેએ 1964માં લાહોરમાં ડેરા ઈસ્માઈલ ખાનની ટીમને એક ઈનિંગ અને 851 રનોથી માત આપી હતી. આ મેચમાં પાકિસ્તાન રેલવેએ પહેલી ઈનિંગમાં 910 રનોનો પહાડી સ્કોર ઉભો કર્યો હતો, જેના જવાબમાં ડેરા ઈસ્માઈલ ખાન ટીમ પહેલી ઈનિંગમાં 32 અને બીજી ઈનિંગમાં માત્ર 27 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.


First published: December 4, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading