કરિયરમાં કરેલી સૌથી મોટી ભૂલ વિશે 'ગાંગુલી'એ કર્યો મોટો ખુલાસો

News18 Gujarati
Updated: February 25, 2018, 6:14 PM IST
કરિયરમાં કરેલી સૌથી મોટી ભૂલ વિશે 'ગાંગુલી'એ કર્યો મોટો ખુલાસો

  • Share this:
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાની આવનાર 'પુસ્તર એ સેન્ચ્યુરી ઈઝ નોટ ઈનફ'માં લખ્યું છે કે, ચેપલને કોચ બનાવવા તેની કરિયરની સૌથી મોટી ભૂલ હતી. સૌરવ ગાંગુલીને 2005માં ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ ગ્રેગ ચેપલ દ્વારા કેપ્ટનશીપમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. ચેપલને 2005માં ભારતીય ટીમનો કોચ બનાવવામાં આવ્યો હતો, પરંતુ 2007ના વિશ્વકપના પહેલા રાઉન્ડમાંથી જ ટીમ ઈન્ડિયા બહાર થઈ જતાં તેમને હટાવી દેવામાં આવ્યા હતા. સૌરવ ગાંગુલીએ મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, 2004માં ઘરે આવતા સમયે જોન રાઈટની જગ્યાએ નવા કોચની જગ્યા કોણ લેશે, ત્યારે મારા મગજમાં પહેલું નામ ગ્રેગ ચેપલનું આવ્યું હતું. મને લાગ્યું કે, ગ્રેગ ચેપલ અમારી ચેલેન્જર્સની પોઝિશનથી નંબર વનના સ્લોટમાં લઈ જવામાં સૌથી સારા કોચ રહશે. જ્યારે કોચની શોધ થઈ રહી હતી ત્યારે મે ડાલમિયાને ચેપલ વિશે જાણકારી આપી દીધી હતી. કેટલાક લોકોએ મને આવું ન કરવાની સલાહ પણ આપી, તેમાંથી એક સુનિલ ગાવસ્કર હતા.

ગાંગુલીએ જણાવ્યું કે, સુનીલ ગાવસ્કરે તેમને કહ્યું હતું, "સૌરવ આ વિશે વધુ એકવાર વિચારી લો. તેમની (ગ્રેગ ચેપલ) સાથે ટીમને ચલાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમનો પાછલો કોચિંગનો રેકોર્ડ કંઈ એટલો બધો શાનદાર નથી. ગાંગુલીએ જણાવ્યું કે, ડાલમિયાએ એક બેઠક પણ બોલાવી અને તાત્કાલિક ચર્ચા કરવા માટે મને તેમના ઘરે પણ બોલાવ્યો હતો. ત્યાર બાદનો ઈતિહાસ તમારી સામે છે. કેટલીક વસ્તુઓ તમારો સાથ આપે છે, જેમ કે, ઓસ્ટ્રેલિયાનો મારો પ્રવાસ અને કેટલીક વસ્તુઓ સાથ આપતી નથી જેવી કે, ગ્રેગ અધ્યાય. મે ઓસ્ટ્રેલિયાને જીતી લીધો પરંતુ તેના એક નાગરિકને નહી."

ગાંગુલીએ કહ્યું કે, "2005માં ગ્રેગ ચેપલને કોચ બનાવવા તેમની જીવનની સૌથી મોટી ભૂલ હતી. તમને કહ્યું કે, આનાથી અચાનક જ કોઈ જ કારણે વગર મારી કેપ્ટનસી ચાલી ગઈ, તે ઉપરાંત ખેલાડીના રૂપમાં પણ ટીમમાં જગ્યા આપવામાં આવી નહી. હું આ લખતી વખતે પણ મને ગુસ્સો આવી રહ્યો હતો. જે કંઈપણ થયું હતું, તે અકલ્પનીય, અસ્વીકાર્ય, અક્ષમ્ય છે."

 
First published: February 25, 2018, 6:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading