શું ચેન્જ થઈ જશે 'Bigg Boss'નો અવાજ? ધરમાં ગૂજીં રહ્યો છે આ ફેમસ અભિનેત્રીનો અવાજ

તસવીર- Video Grab Instagram @colorstv)

જ્યારે આ શો ડિજિટલથી ટીવી પર લાઇવ થશે, ત્યારે શોના હોસ્ટ પણ બદલાશે, એટલે કે, જ્યારે કરણ જોહર (Karan Johar)ની 'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT)ટીવી પર લાવવામાં આવશે, ત્યારે સલમાન ખાન (Salman khan) તેને ફરીથી હોસ્ટ કરશે.

  • Share this:
    નવી દિલ્હી: ટીવીના સૌથી ફેમસ રિયાલિટી શો 'બિગ બોસ' (Bigg Boss)ના નિર્માતાઓ આ વખતે શોને સુપરહિટ બનાવવાથી દૂર નથી રહ્યા અનેક અખતરાઓ કર્યા બાદ આ વખતે શોને જોરદાર રીસ્પોન્શ મળી રહ્યો છે. જ્યાં નિર્માતાઓએ આ શોને 'બિગ બોસ ઓટીટી'(Bigg Boss OTT)તરીકે લોન્ચ કર્યો અને તેને ટીવી પહેલા ડિજિટલ પ્લેટફોર્મ પર લાઇવ બનાવ્યો, બીજી તરફ તે દર્શકોને VOOT પર 24 કલાક લાઇવ સ્ટ્રીમિંગ સુવિધા પણ પૂરી પાડી રહ્યા છે. આ સાથે, નિર્માતાઓએ 'બિગ બોસ ઓટીટી' હોસ્ટ કરવા માટે બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અને નિર્માતા કરણ જોહર(Karan Johar)ની પસંદગી કરી અને કરણ પણ નિર્માતાઓની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે.

    અત્યાર સુધી 'બિગ બોસ ઓટીટી'ને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર હવે નિર્માતાઓ 'બિગ બોસ'માં બીજો મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે. અહેવાલ છે કે, હવે શોમાં 'બિગ બોસ' નો અવાજ બદલાવા જઈ રહ્યો છે, કારણ કે, થોડા કલાકો પહેલા જ મેકર્સે કલર્સ ટીવીના ઈન્સ્ટાગ્રામ પેજ પર 'બિસ બોસ'નો નવો પ્રોમો શેર કર્યો છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, 'બિગ બોસ' બોસનો નવો અવાજ. આ સાથે, આ પ્રોમોના કેપ્શનમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે, 'સલમાન ખાન અને વિશ્વસુંદરી ટૂંક સમયમાં કલર્સ પર આવી રહ્યા છે.










    View this post on Instagram






    A post shared by ColorsTV (@colorstv)






    મહત્વનું છે કે, જ્યારે આ શો ડિજિટલથી ટીવી પર લાઈવ થશે, ત્યારે શોના હોસ્ટ પણ બદલાશે, એટલે કે, જ્યારે કરણ જોહરનો 'બિગ બોસ ઓટીટી' ટીવી પર લાવવામાં આવશે, ત્યારે જ સલમાન ખાન (Salman khan) તેને ફરીથી હોસ્ટ કરશે . મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેખા સલમાનના શો 'બિગ બોસ 15'માં કરણના સ્પર્ધકોને ટીવી પર રજૂ કરશે.

    બિગ બોસમાં શરૂ થઈ લવ એન્ગલ 

    નેહા ભસીન-પ્રતિક સહજપાલની નવી જોડી બન્યા પછી, 'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT)ના ઘરમાં નવો રોમાંસ જોવા મળી રહ્યો છે. બંને વચ્ચે એક નવો પ્રેમ ખીલતો જોવા મળે છે. બંને ઘણીવાર મસ્તીથી લડતા પણ જોવા મળ્યા છે. નેહા ભસીન અને પ્રતીક સહજપાલ હંમેશા એકબીજાને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. હવે પરિવારના સભ્યોને પણ તેમના સંબંધો પર શંકા થવા લાગી છે. કેટલાક પરિવારના સભ્યો તેને સાચું કહી રહ્યા છે, જ્યારે કેટલાકને હજુ પણ ખાતરી નથી.
    Published by:kuldipsinh barot
    First published: