કોરોના વાયરસે આ ભારતીય દિગ્ગજ ખેલાડીનો લીધો જીવ, આખો પરિવાર સંક્રમિત

News18 Gujarati
Updated: June 6, 2020, 7:29 PM IST
કોરોના વાયરસે આ ભારતીય દિગ્ગજ ખેલાડીનો લીધો જીવ, આખો પરિવાર સંક્રમિત
ફાઈલ તસવીર

પૂર્વ સંતોષ ટ્રોફી ફૂટબોલર ઈ હમ્સાકોયાનું શનિવારે હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસે આખા ભારતમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે હજારો લોકો આ વાયરસના કારણે મોતને ભેટ્યા છે. ત્યાર કોરોના વાયરસે (coronavirus) ભારતના દિગ્ગજ ફૂટબોલર (formerfootballer) ઈહમ્સાકોયાને (e hamsakoya) પોતાનો શિકાર બનાવ્યો હતો. તેમણે શનિવારે દુનિયાને અલવિદા કહ્યું હતું. આ દિગ્ગજ ખેલાડીનો પાંચ સભ્યનો પરિવાર કોરોના સંક્રમિત છે. જેમની સારવાર ચાલી રહી છે. ગત મહિને જહમ્સાકોયા સડક માર્ગથી પોતાની પત્ની, બહુ અને બે પૌત્ર સાથે પોતાના ઘરે પરત ફર્યા હતા.

ઉલ્લેખનીય છે કે પૂર્વ સંતોષ ટ્રોફી ફૂટબોલર ઈ હમ્સાકોયાનું શનિવારે હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ખેલાડી સહિત કેરળ રાજ્યમાં કોરોનાથી મરનારની સંખ્ય 15 સુધી પહોંચી છે. પારાપ્પાનાંગડીના નિવાસીહમ્સાકોયા 61 વર્ષના હતા. મુંબઈથી તેઓ બસના માર્ગે પોતાના ગૃહનગર આવ્યા હતા.

આ પણ વાંચોઃ-WHOએ આપ્યા રાહતના સમાચાર! કહ્યું ભારતમાં અનુમાન કરતા ગણી ઓછી છે કોરોનાની ગતિ

તેઓ સંતોષ ટ્રોફીમાં મહારાષ્ટ્ર રાજ્ય માટે રમ્યા હતા અને પ્રખ્યાત ક્લબ મોહન બાગાન અને મોહમ્મડન સ્પોર્ટ્સ ક્લબ માટે રમ્યા હતા. તેમમણે નહેરુ ટ્રોફીમાં રાષ્ટ્રીય ટીમ માટે પણ રમ્યા હતા.

આ પણ વાંચોઃ-શંકી પતિ! જીન્સ અને ટોપ પહેરીને પત્ની ગઈ બજારમાં ફરવા, ભડકેલા પતિએ કર્યું આવું કારસ્તાન

મલ્લાપુરમ જિલ્લા ચિકિત્સા અધિકારી ડો. કે સકીનાના જણાવ્યા પ્રમાણેહમ્સાકોયાની પત્ની અને પુત્રોમાં સૌથી પહેલા કોવિડ-19ના લક્ષણ દેખાયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.હમ્સાકોયાને બધી સંભવ મેડિકલ સારવાર આપવામાં આવી હતી. પરંતુ આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
First published: June 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading