IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 2023 ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થવાના થોડા દિવસો પહેલા જ મોટો આંચકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ સીઝનની શરૂઆતમાં બોલિંગ કરવા માટે ફિટ નથી. CSKએ આ હરાજીમાં સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો હતો.
નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2023 સીઝનની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને મોટો ઝટકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે, CSKનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ તેના ઘૂંટણની ઈજાને કારણે સીઝનની શરૂઆતમાં બોલિંગ કરવા માટે ફિટ નહીં હોય. સ્ટોક્સ ન્યૂઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડની તાજેતરની ટેસ્ટ શ્રેણી દરમિયાન ઈન્જર્ડ થયો છે. જોકે, બીજી ટેસ્ટના સમાપન બાદ, ઈંગ્લેન્ડના કેપ્ટને પુષ્ટિ કરી હતી કે, IPL સમાપ્ત થયાના થોડા દિવસો બાદ જ ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ શ્રેણી શરૂ થઈ રહી હોવા છતાં, તે તેની IPLની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરશે.
'ESPN ક્રિકઇન્ફો'ના અહેવાલ અનુસાર, ઘૂંટણની ઈજામાંથી સાજો થઈ ગયેલો બેન સ્ટોક્સ શરૂઆતમાં બેટ્સમેન તરીકે રમશે. તેના ડાબા પગના ઘૂંટણમાં વારંવાર થતી ઈજાઓથી પરેશાન સ્ટોક્સ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર બે ટેસ્ટમાં માત્ર નવ ઓવર જ ફેંકી શક્યો હતો. ઈંગ્લેન્ડને જૂનમાં ઓસ્ટ્રેલિયા સામે એશિઝ શ્રેણી રમવાની છે. CSKના બેટિંગ કોચ માઈકલ હસ્સીએ પુષ્ટિ કરી છે કે, સ્ટોક્સ IPLની શરૂઆતની મેચોમાં બોલિંગ નહીં કરે.
માઈકલ હસીએ કહ્યું, આ અંગે કહ્યું છે કે, “હું માનું છું કે, તે માત્ર બેટ્સમેન તરીકે જ રમશે. જોકે, બોલિંગ માટે તેને રાહ જોવી પડશે. ચેન્નાઈ અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના ફિઝિયો તેની સાથે કામ કરી રહ્યા છે. મારું માનવું છે કે, તે શરૂઆતની કેટલીક મેચોમાં વધારે બોલિંગ નહીં કરે. આશા છે કે, ત્યારબાદ તે જલ્દીથી બોલિંગ કરી શકશે."
સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી હરાજીમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે 16 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ગયા અઠવાડિયે ભારત આવ્યો છે અને 31મી માર્ચથી શરૂ થનારી આ સિઝન માટે તેણે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ચાલો આપણે જાણીએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ શુક્રવારે (31 માર્ચ) અમદાવાદના પ્રતિષ્ઠિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) સામે રમશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર