માન્ચેસ્ટર સિટી (Manchester City)ના સ્ટાર ફૂટબોલર બેન્જામિન મેન્ડી (Benjamin Mendy) પર રેપ કેસ ચાલી રહ્યો છે. તેના પર લોક બેડરૂમમાં રેપ (Rape) કર્યો હોવાનો આરોપ છે. આ સિવાય અન્ય ચાર મહિલાઓએ પણ મેન્ડી પર રેપના આરોપ લગાવ્યા છે.
અહીં ઉલ્લેખનિય છે કે, મેન્ડી વર્ષ 2018માં ફુટબોલ વર્લ્ડકપ (Football world cup 2018) જીતનાર ફ્રાન્સની ફૂટબોલ ટીમનો હિસ્સો હતો.
28 વર્ષના ફ્રેંચ ફૂટબોલર બેન્જામિન મેન્ડી પર આરોપ છે કે, તેણે એક મહિલાનો ફોન લઈ લીધો હતો, પછી તે મહિલાને ફોસલાવીને બેડરૂમમાં લઇ ગયો હતો. આ ઘટનાક્રમ ચેસ્ટર ક્રાઉન કોર્ટની સુનવણીમાં જણાવવામાં આવ્યો હતો.
મહિલા અને તે ઓકટોબર 2020માં એક બારમાં મળ્યા હતા. તે જ બાર મા તેના ફુટબોલ ક્લબ માન્ચેસ્ટર સિટીનો અન્ય એક ખેલાડી જેસી લિંગાર્ડ પણ ઉપસ્થિત હતો. ત્યાંથી મેન્ડી આ મહિલાને રૂરલ ચેશાયરમાં ઘરે લઈ ગયો હતો.
કોર્ટમાં મહિલાએ પોલીસને આપેલા નિવેદન વિશે જણાવવામાં આવ્યું હતું. મહિલાએ કહ્યું હતું કે, ઘરે પહોંચ્યા બાદ મેન્ડીએ ફિંગરપ્રિંન્ટથી બેડરૂમનો દરવાજો ખોલ્યો હતો. ત્યારે મહિલાનો ફોન મેન્ડીના હાથમાં જ હતો. મહિલા તેનો ફોન પાછો માંગતા માંગતા મેન્ડીના રૂમમાં જતી રહી હતી.
મહિલા દાવો કરે છે કે, બેડરૂમ માં અંદર આવ્યા પછી મેન્ડીએ તેને કહ્યું હતું કે દરવાજો હવે લોક છે અને તે ક્યાંક જઈ શકશે નહીં. મહિલા કહે છે કે, તેણે ઘણી વખત મેન્ડીને ના પાડી પરંતુ મેન્ડીએ જવાબ માં કહ્યું કે, તેણે 10000 સ્ત્રીઓ સાથે સેકસ કર્યું છે.
પોલીસે જ્યારે આ મહિલાને પૂછ્યું કે, તે મેન્ડીને કેવી રીતે ઓળખે છે? તો તેણી એ જવાબ આપ્યો કે હું જ્યારે બારમાં હતી ત્યારે તે ફૂટબોલર હોવાનું મને કેહવામા આવ્યું હતું.
મેન્ડી પર 5 મહિલાઓએ રેપ નો આરોપ કર્યો છે. પરંતુ સ્ટાર ફૂટબોલર આ વાતને ફગાવે છે. કોર્ટમાં જણાવવામાં આવ્યું કે આ બધી જ ઘટનાઓ મેન્ડીના આલીશાન ઘર પર થઈ છે. કેહવાય છે કે, મેન્ડીએ બે ટીનએજ છોકરીઓનો પણ રેપ કર્યો છે. કોર્ટમાં આ મામલાની સુનાવણી હજી ચાલી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર