ક્રિકેટ ઉપર પણ કોરોના વાયરસની અસર, ભુવનેશ્વર કુમારે કહ્યું - મામલો ગંભીર

News18 Gujarati
Updated: March 11, 2020, 5:36 PM IST
ક્રિકેટ ઉપર પણ કોરોના વાયરસની અસર, ભુવનેશ્વર કુમારે કહ્યું - મામલો ગંભીર
ક્રિકેટ ઉપર પણ કોરોના વાયરસની અસર, ભુવનેશ્વર કુમારે કહ્યું - મામલો ગંભીર

ભારતમાં કોરોના વાયરસની અસરથી કોઈ મેચ સ્થગિત કે રદ તો થઈ નથી પણ ખેલાડીઓના મનમાં તેનો ડર છે

  • Share this:
ધર્મશાલા : આખી દુનિયામાં કોરોના વાયરસ (COVID-19)ના કારણે હજારો લોકોના મોત થયા છે. હવે તેણે ભારતમાં પણ પગપેસારો કર્યો છે. ક્રિકેટ ઉપર પણ કોરોના વાયરસ અસર કરી રહ્યો છે. ભારતમાં આ વાયરસની અસરથી કોઈ મેચ સ્થગિત કે રદ તો થઈ નથી પણ ખેલાડીઓના મનમાં તેનો ડર છે. ટીમ ઇન્ડિયામાં વાપસી કરનાર ભુવનેશ્વર કુમારે ધર્મશાલામાં કોરોના વાયરસને એક ગંભીર મુદ્દો કર્યો છે. ભુવનેશ્વરે કહ્યું હતું કે ગુરુવારે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ વન-ડેમાં કોરોના વાયરસના સંક્રમણ જોતા સાવધાની રાખીશું.

સ્પોર્ટ્સ હર્નિયામાંથી બહાર આવ્યા પછી વાપસી કરનાર ભુવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar)ધર્મશાલા વન-ડે પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે મોં ની લારનો ઉપયોગ નહીં કરવા પર વિચાર કર્યો છે. જોકે હજુ એ ના કહી શકું કે અમે લોકો લારનો ઉપયોગ નહીં કરીએ, કારણ કે અમે લારનો ઉપયોગ નહીં કરીએ તો બોલને ચમકાવીશું કેવી રીતે. આમ નહીં કરવાથી અમારી સામે રન બનશે અને તમે લોકો કહેશો કે અમે સારી બોલિંગ કરતા નથી. આજે ટીમ બેઠકમાં શું થાય છે. અમને જે નિર્દેશ મળશે અથવા જે પણ સર્વશ્રેષ્ઠ વિકલ્પ હશે અમે તે પ્રમાણે કરીશું.

આ પણ વાંચો - IND vs SA : ધર્મશાલા વન-ડે પર વરસાદ અને વાવાઝોડાની સંભાવના, શું રમાશે મેચ?

ભુવનેશ્વર કુમારે જણાવ્યું હતું કે બીજી ટીમોની જેમ ભારતીય ખેલાડીઓને પણ પ્રશંસકોથી દૂર રહેવા માટે કહ્યું છે. ટીમ ડોક્ટરે નિર્દેશ કર્યો છે કે શું કરીએ અને શું ના કરીએ. જેમ કે નિયમિત રીતે હાથ ધોઈએ અને પ્રશસંકોની નજીક ના જઈએ. દક્ષિણ આફ્રિકાના કોચ માર્ક બાઉચરે પણ કહ્યું છે કે ભારતમાં રહેવા દરમિયાન સંક્રમણના ખતરાને જોતા ટીમ હાથ મિલાવવાથી બચતી જોવા મળી શકે છે. દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણનો ખતરો છતા દક્ષિણ આફ્રિકાએ પોતાની મેડિકલ અને સુરક્ષા ટીમની મંજૂરી પછી પ્રવાસ માટે હા પાડી હતી.

ટીમ ઇન્ડિયાનો લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ દિલ્હીથી ધર્મશાલામાં રવાના થતા પહેલા મોં પર માસ્ક સાથે જોવા મળ્યો હતો.
First published: March 11, 2020, 5:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading