શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ભુવનેશ્વર કુમાર બની શકે છે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન

શ્રીલંકાના પ્રવાસ દરમિયાન  ભુવનેશ્વર કુમાર બની શકે છે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન

  • Share this:
    નવી દિલ્લી: ભારતીય ક્રિકેટ ટીમ જુલાઈમાં શ્રીલંકાના પ્રવાસે જવાની છે. આ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા 3 વન-ડે અને 2 ટી-20 મેચ રમશે. ખાસ વાતતો એ છે કે, આ સમય દરમિયાન શ્રીલંકાના પ્રવાસે ભારતની બી ટીમ જશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ સહિતના દિગ્ગજ ખેલાડીઓ જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર રહશે માટે બીસીસીઆઇ બેંચ સ્ટ્રેથને શ્રીલંકા પ્રવાસ માટે અજમાવશે. હવે સવાલ એ છે કે, શ્રીલંકા પ્રવાસ દરમિયાવ ટીમ ઈન્ડિયાની કમાન કોણ સંભાળશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકિપર દીપ દાસગુપ્તાનું માનવું છે કે, કેપ્ટન તરીકે શિખર ધવન રેસમાં છે. જ્યારે દાસગુપ્તાનું માનવું છે કે, ભુવનેશ્વર કુમારને પણ ચાન્સ મળી શકે છે.

    દીપ દાસગુપ્તાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે વિરાટ કોહલી અને રોહિત શર્માની ગેરહાજરીમાં શિખર ધવન ટીમમાં સૌથી સિનિયર ખેલાડી છે જેથી તેને ટીમનું નેતૃત્વ કરી શકે છે. જ્યારે દાસગુપ્તાએ પણ જણાવ્યું કે, ભુવનેશ્વર કુમાર ફિટ થયો છે જેથી તે પણ ટીમની કમાન સંભાળી શકે છે.



    ભુવનેશ્વર બનશે ટીમનો કેપ્ટન ?

    સ્પોટ્સ ટુડે સાથે ખાસ વાતચીતમાં દીપ દાસગુપ્તાએ સંભિવ કેપ્ટન અંગેની પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ગુપ્તાએ કહ્યું કે, રોહિત અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં કે.એલ રાહુલ પણ નથી મોટા ભાગના તમામ સિનિયર ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં હોવાથી શિખર ધવન જ સૌથી સિનિયર ખેલાડી છે અને ભુવનેશ્નર કુમાર પણ ફિટ થઇ ગયો છે અને ટીમની કમાન પણ સંભાળી શકે છે.

    IPL 2021: આ કારણે અમદાવાદ અને દિલ્હીમાં તૂટ્યું બાયો-બબલ, સામે આવ્યા કારણ


    પી.દાસગુપ્તાએ ભુવનેશ્વર કુમારને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરવામાં ન આવ્યા હોવાની પણ પ્રતિક્રિયા આપી હતી. દાસગુપ્તાએ કહ્યું, 'મને આશ્ચર્ય નથી કે, ભુવીની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. ટીમ ઇન્ડિયા પાસે પહેલાથી 6 બોલરો છે. હું જાણું છું કે ભુવનેશ્વર કુમાર ઈંગ્લેન્ડના સંજોગોમાં ખતરનાક સાબિત થયો હોત, પરંતુ તેણે એક વર્ષથી કોઈ ટેસ્ટ મેચ રમી નથી. ઉપરાંત, તેને ઇજાઓ થવાની સમસ્યા છે. તમને ખબર નથી કે, તેનું શરીર ટેસ્ટ ક્રિકેટ સામે ટકી શકશે કે નહીં. કદાચ તેથી જ ટીમ ઇન્ડિયાએ જોખમ લીધું ન હતું.
    Published by:kuldipsinh barot
    First published:May 11, 2021, 17:30 pm

    ટૉપ ન્યૂઝ