ભુવનેશ્વરની કારકિર્દી સાથે ‘છેડછાડ’,વિરાટ કોહલીનો કરીબી શંકાના દાયરામાં!

News18 Gujarati
Updated: July 18, 2018, 9:42 PM IST
ભુવનેશ્વરની કારકિર્દી સાથે ‘છેડછાડ’,વિરાટ કોહલીનો કરીબી શંકાના દાયરામાં!

  • Share this:
ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં ભુવનેશ્વરની પીઠની ઈજા વધી જતા ભારતીય ટીમના ફિઝીયો પૈટ્રિક ફરહાર્ટ અને ટ્રેનર શંકર બાસુની ભુમિકા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. યુપીના આ ફાસ્ટ બોલરની પીઠમાં આઈપીએલની શરૂઆતથી તકલીફ હતી અને તે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા લિમિટેડ ઓવર ક્રિકેટમાં બધી મેચોમાં રમ્યો ન હતો. ભુવનેશ્વર કુમારનો હાલ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ત્રણ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં સમાવેશ કરાયો નથી. કારણ કે બીસીસીઆઈની મેડિકલ ટીમ તેના ફિટનેસની તપાસ કરી રહી છે.

ટીમ પસંદગીની જાણકારી રાખનાર બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકાર પણ એ વાતથી આશ્ચર્યચકિત છે કે જો ભુવનેશ્વર કુમાર સંપૂર્ણ રીતે ફિટ ન હતો તો તેને ત્રીજી વન-ડેમાં કેમ રમાડવામાં આવ્યો? ભુવનેશ્વરની ઈજા વિશે પુછતા અધિકારીએ જવાબ આપ્યો હતો કે કૃપા કરીને જાવ અને રવિ શાસ્ત્રીને સવાલ કરો.

અધિકારીએ જણાવ્યું હતું કે તેની ઈજા વધી ગઈ છે. જો તે ટેસ્ટ મેચની યોજનાનો મહત્વપૂર્ણ ભાગ હતો તો તેને વન-ડે મેચમાં રમાડીને જોખમ કેમ ઉઠાવવામાં આવ્યું. સવાલ ઉભા થઈ રહ્યા છે કે પૈટ્રિક અને શંકર બાસુએ ભુવનેશ્વરની ફિટનેસ પર સાચી જાણકારી આપી ન હતી.

અધિકારીએ કહ્યું હતું કે જો તમે આઈપીએલમાં જોયું હોય તો ભુવી સનરાઇઝર્સ માટે 17માંથી પાંચ મેચમાં રમ્યો ન હતો. આ પછી ભુવીને અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં પણ આરામ આપવામાં આવ્યો હતો. જેથી તેને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે સમય મળી શકે. જોકે એમ લાગી રહ્યું છે કે કશુંક ખોટુ થયું છે અને તે નિરાશાજનક છે. ઉલ્લેખનીય છે કે શંકર બાસુને વિરાટ કોહલીનો નજીકનો માનવામાં આવે છે. તેની ટ્રેનિંગના કારણે કોહલી આજે દુનિયાના સૌથી ફિટ ક્રિકેટર્સમાંથી એક છે.
First published: July 18, 2018, 9:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading