liveLIVE NOW

IND Vs IRE : ટી-20માં ભારતનો સૌથી મોટો વિજય, શ્રેણી 2-0થી જીતી

  • News18 Gujarati
  • | June 29, 2018, 23:29 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 3 YEARS AGO
    23:25 (IST)

    આયરલેન્ડ 12.3 ઓવરમાં 70 રનમાં ઓલઆઉટ.

    23:20 (IST)

    આયરલેન્ડે 12 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 68 રન બનાવી લીધા છે. 

    23:8 (IST)

    આયરલેન્ડની સ્થિતિ ઘણી ખરાબ છે. 44 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી છે. ચહલ અને ઉમેશ યાદવને બે-બે સફળતા મળી છે.

    22:57 (IST)

    આયરલેન્ડના 7 ઓવરમાં 5 વિકેટે 36 રન બનાવી લીધા છે. વિલ્સન 9 ને સિમી સિંઘ 0 રને રમતમાં છે.

    22:52 (IST)

    આયરલેન્ડની શરૂઆત ખરાબ રહી છે. 6 ઓવરમાં 31 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી છે.

    22:38 (IST)

    પોર્ટરફિલ્ડ 14 રન બનાવી ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. આયરલેન્ડનો સ્કોર 2 વિકેટે 22 રન.

    22:28 (IST)

    ઉમેશ યાદવે બીજા જ બોલે ભારતને સફળતા અપાવી હતી. સ્ટર્લિંગ ખાતું ખોલાયા વિના આઉટ થયો હતો.

    22:22 (IST)

    રોહિત શર્મા આયરલેન્ડ સામે શૂન્ય રને આઉટ થયો હતો. ટી-20 ક્રિકેટમાં 19મી વખત ઝીરોમાં આઉટ થયો હતો. આ પહેલા આ રેકોર્ડ હરભજ સિંહ (19)ના નામે હતો.

    22:11 (IST)
      ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 213 રન બનાવ્ચા.

    લોકેશ રાહુલ (70) અને સુરેશ રૈના (69)ની અડધી સદી બાદ બોલરોના તરખાટની મદદથી ભારતે બીજી ટી-20માં આયરલેન્ડ સામે 143 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ભારતે બે મેચની શ્રેણી 2-0થી જીતી લીધી છે. આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં ભારતે રનના માર્જીનથી સૌથી મોટો વિજય મેળવ્યો હતો. આ પહેલા ભારતનો સૌથી મોટો વિજય શ્રીલંકા સામે 93 રનનો હતો. ભારતે ઓવરઓલ ટી-20માં બીજા સૌથી મોટા વિજયની બરાબરી કરી છે.  ભારત તરફથી ચહલ અને કુલદીપ યાદવે 3-3 વિકેટ ઝડપી હતી.

    ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 213 રન બનાવ્યા હતા. જવાબમાં આયરલેન્ડ 12.3 ઓવરમાં 70 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.