ICCએ સચિન તેંડુલકરની મજાક ઉડાવી, પ્રસંશકોએ ગુસ્સો ઠાલવ્યો

News18 Gujarati
Updated: August 28, 2019, 2:23 PM IST
ICCએ સચિન તેંડુલકરની મજાક ઉડાવી, પ્રસંશકોએ ગુસ્સો ઠાલવ્યો
બેન સ્ટોક્સના વખાણ કરતી વખતે આઈસીસીએ સચિન તેંડુલકરની મજાક ઉડાવી

બેન સ્ટોક્સના વખાણ કરતી વખતે આઈસીસીએ સચિન તેંડુલકરની મજાક ઉડાવી

  • Share this:
હાલમાં બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો તારણહાર બની ગયો છે. તેના અણનમ 135 રનના કારણે ઈંગ્લેન્ડે હેડિંગ્લેમાં રમાયેલી ત્રીજી એશીઝ ટેસ્ટમાં મેજબાન ઈંગ્લેન્ડને એક વિકેટથી હરાવીને સીરીઝમાં વાપસી કરી લીધી છે. બેન સ્ટોક્સના આ આશ્ચર્યમાં મૂકનારા પ્રદર્શન બાદ હાલના અને પૂર્વ ક્રિકેટરોએ તેની શાનમાં વખાણનાં પુલ બાંધી દીધા છે. એટલું જ નહીં, ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને તો સ્ટોક્સને વહેલી તકે નાઇટહુડની ઉપાધિ આપવાની ભલામણ કરી દીધી છે. હવે આઈસીસીએ પણ બેન સ્ટોક્સ વિશે એક ટ્વિટ કર્યુ છે.

આઈસીસીએ બેન સ્ટોક્સને લઈને જે ટ્વિટ કર્યુ છે જેમાં દુનિયાના મહાન ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર સચિન તેંડુલકરની મજાક ઉડાવી છે. મૂળે, આઈસીસીએ પોતાના ટ્વિટમાં બેન સ્ટોક્સને દુનિયાનો મહાન ક્રિકેટર ગણાવ્યો છે, જેની પર તેંડુલકરના પ્રશંસકોએ જોરદાર નારાજગી વ્યક્ત કરી છે. સ્ટોક્સે હાલમાં જ આઈસીસી વર્લ્ડ કપ ફાઇનલમાં 84 રનોની મેચ વિજયી ઇનિંગ રમીને ઈંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ આઈસીસીએ ટ્વિટ કરી કહ્યું હતું કે બેન સ્ટોક્સ અને સચિન તેંડુલકરની તસવીર શેર કરીને કેપ્શન લખ્યું હતું કે, દુનિયાનો મહાન ક્રિકેટરની સાથે સચિન તેંડુલકર.

આ પણ વાંચો, બુમરાહે રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું કરનારો પહેલો ભારતીય બોલર બન્યોહવે બુધવારે આઈસીસીએ વધુ એક તસવીરને ટ્વિટ કરી છે. તેમાં લખેલા કેપ્શનનો અર્થ છે કે અમે પહેલા જ જણાવી દીધું હતું કે બેન સ્ટોક્સ દુનિયાનો મહાન ક્રિકેટર છે. જોકે, અગાઉની જેમ જ આ વખતે પણ સચિનના પ્રશંસકોએ આ તસવીર અને કેપ્શનને લઈને આઈસીસી પર ગુસ્સો ઠાલવ્યો છે. પ્રશંસકોનું કહેવું છે કે ભલે બેન સ્ટોક્સના પ્રદર્શનને લઈ તેના વખાણ કરવા જોઈએ, પરંતુ તેને દુનિયાનો મહાન ક્રિકેટર કહેવો યોગ્ય નથી.



આ પણ વાંચો, આર્મી ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ધોની બન્યો નેતા, સામે આવી તસવીર

આ પણ વાંચો, સુપરમેન બન્યો ડેનલી, એક હાથથી પકડ્યો અવિશ્વસનીય કેચ

હેડિંગ્લે ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 67 રન પર આઉટ થઈ ગઈ હતી. અંતમાં તેને ઓસ્ટ્રેલિયા તરફથી 359 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમની 9 વિકેટ પડી ચૂકી હતી અને તેને 73 રનની જરૂર હતી. એવામાં સ્ટોક્સે જૈક લીચની સાથે દસમી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી, જેમાંથી 74 રન એકલા સ્ટોક્સે ફટકાર્યા. સ્ટોક્સે આ ઇનિંગમાં 135 રન કર્યા અને તે ટીમની જીત અપાવીને મેદાન બહાર આવ્યો. આ ઈંગ્લેન્ડની ટાર્ગેટનો પીછો કરતી સૌથી મોટી જીત છે.

આ પણ વાંચો, પહેલા જ બોલે આ બાળકે સૌથી 'મજબૂત' ખેલાડીને કર્યો આઉટ
First published: August 28, 2019
વધુ વાંચો
अगली ख़बर