Home /News /sport /જે બેન સ્ટોક્સને વર્લ્ડ ક્રિકેટે માન્યો હતો વિલન, એકલા દમ પર ઇંગ્લેન્ડને બે વખત બનાવ્યુ વર્લ્ડ ચેમ્પિયન

જે બેન સ્ટોક્સને વર્લ્ડ ક્રિકેટે માન્યો હતો વિલન, એકલા દમ પર ઇંગ્લેન્ડને બે વખત બનાવ્યુ વર્લ્ડ ચેમ્પિયન

બેન સ્ટોક્સે પાકિસ્તાન સામે ફાઇનલમાં અડધી સદી ફટકારી હતી

Ben Stokes Story: ખેલાડીનું નસીબ પોતાના હાથમાં હોય છે. જો કડક મહેનત કરે છે તો તેને સફળતા જરૂર મળે છે. જેનું લેટેસ્ટ ઉદાહરણ ઇંગ્લેન્ડના ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સે ટી-20 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડને જીત અપાવીને આપ્યુ છે. સ્ટોક્સ તે નામ છે જેને કારણે 2016માં ઇંગ્લેન્ડનો ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 2016ની ફાઇનલમાં સ્ટોક્સ વિરૂદ્ધ વેસ્ટ ઇન્ડીઝના કાર્લોસ બ્રેથવેઇટે 4 સિક્સર ફટકારીને મેચનું પાસુ પલટી નાખ્યુ હતુ અને વેસ્ટ ઇન્ડીઝને જીત અપાવી હતી.

વધુ જુઓ ...

    2016માં બન્યો હતો વિલન

    2016માં ટી-20 વર્લ્ડકપ ભારતમાં રમાયો હતો. ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ ફાઇનલમાં હતી. ફાઇનલમાં અંતિમ ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝને જીતવા માટે 6 બોલમાં 19 રનની જરૂર હતી. અહીથી ઇંગ્લેન્ડ જીતનો દાવેદાર હતુ પરંતુ કાર્લોસ બ્રેથવેઇટ અલગ કરવા માટે ક્રીઝ પર હતો. ઇંગ્લેન્ડ તરફથી અંતિમ ઓવર બેન સ્ટોક્સ લઇને આવ્યો હતો. અંતિમ ઓવરની પ્રથમ 4 ઓવર પર કાર્લોસ બ્રેથવેઇટે 4 સિક્સર ફટકારીને ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી. સ્ટોક્સ પિચ પર ઉદાસ ચહેરા અને ઝુકેલા ખભા સાથે બેસી ગયો હતો. હવે તેની કરિયર ખતરામાં હોય તેમ લાગતુ હતુ.

    પોતાનું નસીબ બદલાયુ (2019માં પ્રથમ વખત ઇંગ્લેન્ડને બનાવ્યુ વર્લ્ડ ચેમ્પિયન)

    બેન સ્ટોક્સે આ કડવી યાદને ઢાલના રૂપમાં ઉપયોગ કર્યો અને ખુદને મોટિવેટ કરતો રહ્યો. તે દિવસ પણ આવ્યો જ્યારે તેને પ્રથમ વખત ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યો. 2019ના વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ લૉર્ડ્સમાં સ્ટોક્સે તે કરીશ્મા કરી બતાવ્યો જેને ઇંગ્લેન્ડ ક્યારેય નહી ભૂલે. ફાઇનલમાં બેન સ્ટોક્સે અણનમ 94 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. જોકે, મેચનો નિર્ણય બાઉન્ડ્રી કાઉન્ટ તરીકે થયો પરંતુ મેચને ટાઇ કરવામાં સ્ટોક્સની ઇનિંગ મહત્વની સાબિત થઇ હતી. સ્ટોક્સે તે ઇનિંગથી 2016ની કડવી યાદોને પાછળ છોડી દીધી હતી અને ઇંગ્લેન્ડ ક્રિકેટને નવો સુપરસ્ટાર બની ગયો હતો.

    ટી-20 વર્લ્ડકપમાં રચ્યો ઇતિહાસ

    હવે બેન સ્ટોક્સે ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં પાકિસ્તાન વિરૂદ્ધ અડધી સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી. બેસ્ટ બોલિંગ આક્રમણ સામે સ્ટોક્સ ઉભો રહ્યો અને ટીમને જીત અપાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સ્ટોક્સની આ ઇનિંગ વર્લ્ડ ક્રિકેટ પણ નહી ભૂલે. ફાઇનલમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને બીજી વખત ટી-20 વર્લ્ડકપનો ચેમ્પિયન બનાવવાની કમાલ કરી હતી. સ્ટોક્સે મેલબોર્નમાં 49 બોલમાં અણનમ 52 રનની ઇનિંગ રમી હતી.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: T20 WorldCup

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन