વિરાટ કેમ બોલ્યો - હું ભાગ્યશાળી છું કે મારી પાસે માહી છે

વિરાટ કેમ બોલ્યો - હું ભાગ્યશાળી છું કે મારી પાસે માહી છે

ધોની એક એવો ખેલાડી છે જેને મેદાનમાં પ્રથમ બોલથી લઈને 300 બોલ સુધી આખી ગેમ ખબર હોય છે - વિરાટ

 • Share this:
  વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની ભારતીય ક્રિકેટના બે મોટા નામ છે.એક ખેલાડી જેણે દેશને વર્લ્ડ કપ અપાવ્યો તો બીજો ખેલાડી છે મહાન બેટ્સમેન અને હવે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. ઘણી વખત વિરાટ અને ધોનીની સરખામણીની વાત થાય છે. મેદાનથી લઈને પર્સનલ લાઇફ સુધી પ્રશંસકો બંને સાથે જોડાયેલી દરેક બાબતને જાણવા માંગે છે. આવા સમયે કોહલી ધોની વિશે કાંઈપણ કહે તે મોટી વાત થઈ જાય છે.

  ઇન્ડિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યૂમાં કોહલીએ જણાવ્યું હતું કે તેના અને એમએમ ધોની વચ્ચે ઘણો વિશ્વાસ અને સન્માન છે. ધોની એક એવો ખેલાડી છે જેને મેદાનમાં પ્રથમ બોલથી લઈને 300 બોલ સુધી આખી ગેમ ખબર હોય છે. ધોની વિશે આગળ બોલતા કોહલીએ કહ્યું હતું કે હું ઘણો ભાગ્યશાળી છું કે ધોની જેવો વિકેટકીપર તેની સાથે છે. ઘણા લોકો તેની ટિકા કરે છે તે વાત ઘણી દુર્ભાગ્યપૂર્ણ છે.

  આ પણ વાંચો - કેમ IPLનો એકલો સુપર કેપ્ટન છે મહેન્દ્રસિંહ ધોની

  ખરાબ ફોર્મના કારણે ધોનીની ઘણા લોકોએ ટિકા કરી હતી. ત્યારે પૂર્વ કેપ્ટનના બચાવમાં વિરાટ કોહલી પોતે આવ્યો હતો. આ પછી ધોની ફરી પોતાનો અંદાજમાં આવી ગયો છે. બે વર્ષના પ્રતિબંધ પછી આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની વાપસી થઈ હતી અને ત્રીજી વખત ધોનીની કેપ્ટનશિપમાં સીએસકે આઈપીએલની વિજેતા બની હતી.

  વિરાટ કોહલી આ પહેલા પણ ઘણી વખત ધોનીની પ્રશંસા કરી ચૂક્યો છે. જ્યારે ધોનીએ ભારતની કેપ્ટનશિપ છોડી હતી ત્યારે કોહલીએ કહ્યું હતું કે ધોની હંમેશા તેનો કેપ્ટન રહેશે.
  Published by:Ashish Goyal
  First published: