Home /News /sport /Video: બીજી T20 મેચ પહેલા વિરાટ કોહલી ફેન્સને મળ્યો, તસવીરો પણ લીધી

Video: બીજી T20 મેચ પહેલા વિરાટ કોહલી ફેન્સને મળ્યો, તસવીરો પણ લીધી

વિરાટે ફેન્સ સાથે ફોટો પડાવ્યા

India vs South Africa: ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20 મેચમાં સાઉથ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું હતું, પરંતુ તે મેચમાં વિરાટ કોહલી માત્ર 3 રન બનાવી શક્યો હતો. 2 ઓક્ટોબરે ભારતની બીજી T20 મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. આ પહેલા વિરાટ ફેન્સ સાથે તસવીર ક્લિક કરતો જોવા મળ્યો હતો.

વધુ જુઓ ...
    India vs South Africa: ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20 મેચમાં સાઉથ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું હતું, પરંતુ તે મેચમાં વિરાટ કોહલી માત્ર 3 રન બનાવી શક્યો હતો. 2 ઓક્ટોબરે ભારતની બીજી T20 મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. આ પહેલા વિરાટ ફેન્સ સાથે તસવીર ક્લિક કરતો જોવા મળ્યો હતો.

    ટીમ ઈન્ડિયા તેની બીજી T20 મેચ રમવા માટે ગુવાહાટીના બારાસ્પોરા સ્ટેડિયમ પહોંચી હતી. તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામેની બીજી મેચ જીતીને શ્રેણી પર કબજો કર્યો. ગુવાહાટીમાં ઘણા પ્રશંસકોને દિગ્ગજ બલ્લેબાજ વિરાટ કોહલીને મળવાનો મોકો મળ્યો.



    આ પણ વાંચો : 'હિટમેન'એ 400મી T20 મેચને યાદગાર બનાવી; આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો

    ભારતીય ટીમે શનિવારે બાલાસ્પોરા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. ઘણા ચાહકોને તેમના મનપસંદ ખેલાડીઓને મેદાન પર જોવાનો મોકો મળ્યો. ગુવાહાટી પહોંચતા જ કેટલાક ચાહકોને લોકપ્રિય ખેલાડી વિરાટ કોહલીને મળવાનો મોકો મળ્યો. કોહલીએ ફેન્સ સાથે તસવીરો પણ ક્લિક કરી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.



    વિરાટ કોહલી પ્રથમ T20 મેચમાં માત્ર 3 રન બનાવી શક્યો હતો. આ સાથે જ તેણે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20 મેચમાં સર્વશ્રેષ્ઠ અડધી સદી ફટકારી હતી. એશિયા કપ 2022માં પણ વિરાટ કોહલી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે હતો. તેણે અફઘાનિસ્તાન સામે પણ સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝ બાદ ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે વનડે સીરીઝ રમી છે, પરંતુ વિરાટ કોહલી વન ડે ટીમનો ભાગ નહીં બને.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Cricket News Gujarati, Sports news, Sports News in Gujarati, ક્રિકેટ, ક્રિકેટ ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन