શોએબની મેચ પહેલાં સાનિયા-મિત્રો સાથે હુક્કા પાર્ટી, Video Viral

પત્ની સાનિયા સાથે શોએબ મલિક શિશા કાફેમાં

સાનિયાએ ટ્વિટ કરી લખ્યુ છે કે, વીડિયો અમને પુછ્યા વગર શૂટ કરવામાં આવ્યો છે. અમારી પ્રાઇવસીનો અનાદર છે. અમારી સાથે અમારું બાળક પણ હેતુ છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરતી: આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સાનિયા મિર્ઝાએ આપત્તિ દર્શાવી છે. સાનિયાએ ટ્વિટ કરી લખ્યુ છે કે, વીડિયો અમને પુછ્યા વગર શૂટ કરવામાં આવ્યો છે. અમારી પ્રાઇવસીનો અનાદર છે. અમારી સાથે અમારું બાળક પણ હતું.

  ICC વર્લ્ડ કપ 2019નો સૌથી મોટો મુકાબલો, ભારત-પાકિસ્તાન વચ્ચે માનચેસ્ટરમાં રમાયો. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી આ મેચ પર દુનિયાભરની નજર અટકેલી હતી. માનચેસ્ટરમાં રમાયેલી આ મેચમાં ન ફક્ત ભારતની જીત થઇ પણ પાકિસ્તાન વિરુદ્ધ અત્યાર સુધીનો સૌથી જંગી સ્કોર પણ કર્યો. ભારત સામેની આ મેચ પહેલાં પાકિસ્તાની ખેલાડીઓની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. તેનાંથી તેમની હારનું પહેલું કારણ જોવા મળી રહ્યું છે.  ભારત વિરુદ્ધ રમાયેલી મેચની આગલી રાત્રે પાકિસ્તાનની ટીમ પ્રખ્યાત શીશા કાફેમાં લેટ નાઇટ પાર્ટી કરતાં નજર આવ્યા હતાં. આ પાર્ટીમાં પાકિસ્તાની ખેલાડીઓ તેમની પત્ની સાથે હતાં. સોશિયલ મીડિયા પર જે ફોટા વાયરલ થઇ રહ્યાં છે. તેમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની સાથે તેની પત્ની તેમજ ઇન્ડિયન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા તેમનાં બાળક સાથે નજર આવે છે. તસવીરમાં પાકિસ્તાની ખેલાડી હુક્કો પીતા નજર આવે છે.

  આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સાનિયા મિર્ઝાએ આપત્તિ દર્શાવી છે. સાનિયાએ ટ્વિટ કરી લખ્યુ છે કે, વીડિયો અમને પુછ્યા વગર શૂટ કરવામાં આવ્યો છે. અમારી પ્રાઇવસીનો અનાદર છે. અમારી સાથે અમારું બાળક પણ હતું.
  Published by:Margi Pandya
  First published: