પસંદગીકાર સાથે ઝઘડ્યો સંજય બાંગર, BCCI કરી શકે છે કાર્યવાહી - રિપોર્ટ

News18 Gujarati
Updated: September 4, 2019, 4:01 PM IST
પસંદગીકાર સાથે ઝઘડ્યો સંજય બાંગર, BCCI કરી શકે છે કાર્યવાહી - રિપોર્ટ
પસંદગીકાર સાથે ઝઘડ્યો સંજય બાંગર, BCCI કરી શકે છે કાર્યવાહી - રિપોર્ટ

કોચ રવિ શાસ્ત્રી કે મેનેજર સુનીલ સુબ્રમણ્યમ આ મામલે આધિકારિક રિપોર્ટ ફાઇલ કરશે તો સંજય બાંગરની પુછપરછ કરવામાં આવશે

  • Share this:
આઈસીસી વર્લ્ડ કપ 2019 (ICC World Cup)પછી ટીમ ઇન્ડિયા ભલે મેદાનમાં પટરી પર પાછી ફરતી જોવા મળી રહી હોય પણ મેદાન બહાર ટીમ ઇન્ડિયામાં હાલ બધુ યોગ્ય જોવા મળતું નથી. કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma)વચ્ચે રકઝકના સમાચાર હજુ ખતમ થયા નથી ત્યાં પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગર(Sanjay Bangar)નો પસંદગીકારો સાથે ઝઘડો થયો હોવાના સમાચાર બહાર આવી રહ્યા છે. એવા રિપોર્ટ આવી રહ્યા છે કે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં સંજય બાંગર હોટલમાં રાષ્ટ્રીય પસંદગીકાર દેવાંગ ગાંધી (Devang Gandhi)સાથે ઝઘડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સંજય બાંગરના સ્થાને વિક્રમ રાઠોર (Vikram Rathore)ને ટીમ ઇન્ડિયાનો નવો બેટિંગ કોચ બનાવ્યો છે. જ્યારે ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને બોલિંગ કોચ ભરત અરુણ પોતાનું સ્થાન બચાવવા સફળ રહ્યા છે. આવા સમયે વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં પરાજય માટે ફક્ત સંજય બાંગરને જવાબદાર ગણાતા ઘણો નિરાશ થયો છે. બીસીસીઆઈએ આ ખબર પર કહ્યું હતું કે જો મુખ્ય કોચ રવિ શાસ્ત્રી કે મેનેજર સુનીલ સુબ્રમણ્યમ આ મામલે આધિકારિક રિપોર્ટ ફાઇલ કરશે તો સંજય બાંગરની પુછપરછ કરવામાં આવશે.

આ પણ વાંંચો - સૌરાષ્ટ્રના આ ખેલાડીએ પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલો, ઠાલવ્યો રોષ

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું છે કે બાંગર હોટલમાં દેવાંગ ગાંધીના રુમમાં પ્રવેશ કરે છે અને સખત શબ્દોમાં વાતચીત કરે છે. તેને ધમકી આપતા કહ્યું હતું કે ટીમ તેની સાથે છે. તેને બેટિંગ કોચ પદેથી હટાવવાનો નિર્ણય ઉલટો પડી શકે છે. રિપોર્ટ પ્રમાણે બાંગરે ત્યાં સુધી કહ્યું હતું કે જો પસંદગીકાર તેને બેટિંગ કોચ પદ માટે યોગ્ય નથી માનતા તો તેને રાષ્ટ્રીય એકેડમીમાં કોઈ ભૂમિકા આપવામાં આવે. જો તેમાંથી એક પણ કામ પૂરુ નહીં થાય તો આ મુદ્દાને પ્રશાસકોની સમિતિ સાથે ઉઠાવવાનો કોઈ મતલબ નથી.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું છે કે બાંગર હોટલમાં દેવાંગ ગાંધીના રુમમાં પ્રવેશ કરે છે અને સખત શબ્દોમાં વાતચીત કરે છે.


બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે પદથી હટાવ્યા પછી નિરાશ થવું ખોટું નથી પણ એ વાતની કોઈ ગેરન્ટી માનીને બધા કેમ ચાલી રહ્યા છે કે તેમને કોઈ હટાવશે નહીં. શાસ્ત્રી, અરુણ અને શ્રીધરનું પ્રદર્શન સારું માનવામાં આવ્યું હતું. જેથી તેમને યથાવત્ રાખવામાં આવ્યા હતા. જ્યારે બાંગરના પ્રદર્શનને ખરાબ રેટિંગ આપવામાં આવી તો તેને હટાવી દેવામાં આવ્યો હતો. બાંગરને આ વિશે દેવાંગ ગાંધી સાથે સવાલ કરવાનો કોઈ હક નથી.
First published: September 4, 2019, 4:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading