BCCIએ કહ્યું - ચીનની કંપનીથી દેશને ફાયદો, વીવો સાથે કરાર ખતમ કરીશું નહીં

News18 Gujarati
Updated: June 18, 2020, 11:02 PM IST
BCCIએ કહ્યું - ચીનની કંપનીથી દેશને ફાયદો, વીવો સાથે કરાર ખતમ કરીશું નહીં
BCCIએ કહ્યું - ચીની કંપનીથી દેશને ફાયદો, વીવો સાથે કરાર ખતમ કરીશું નહીં

બોર્ડના ટ્રેઝરર અરુણ ધુમલનું કહેવું છે કે આઈપીએલમાં ચીનની કંપનીથી આવી રહેલા પૈસાથી ભારતને જ ફાયદો થઈ રહ્યો છે ચીનને નહીં

  • Share this:
નવી દિલ્હી : એક તરફ ચીનના ઉત્પાદનનો અને કંપનીઓનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ બીસીસીઆઈએ (BCCI)સ્પષ્ટ રીતે કહ્યું છે કે તે આઈપીએલના મુખ્ય સ્પોન્સર વીવો સાથે કરાર ખતમ કરશે નહીં. બીસીસીઆઈએ કહ્યું કે તે આગામી સમય માટે પોતાની સ્પોન્સર નીતિની સમીક્ષા માટે તૈયાર છે પણ આઈપીએલના વર્તમાન ટાઇટલ સ્પોન્સર વીવો (VIVO IPL)સાથે કરાર ખતમ કરવાનો કોઈ ઇરાદો નથી. બોર્ડના ટ્રેઝરર અરુણ ધુમલનું કહેવું છે કે આઈપીએલમાં ચીનની કંપનીથી આવી રહેલા પૈસાથી ભારતને જ ફાયદો થઈ રહ્યો છે ચીનને નહીં.

બોર્ડના ટ્રેઝરર અરુણ ધુમલે કહ્યું હતું કે ભાવનામાં આવીને વાત કરવાથી તર્ક પાછળ રહી જાય છે. આપણે સમજવું પડશે કે આપણે ચીનના હિતમાં ચીનની કંપનીના સહયોગની વાત કરી રહ્યા છીએ કે ભારતના હીત માટે ચીનીની કંપનીની મદદ લઈ રહ્યા છીએ. જ્યારે આપણે ભારતમાં ચીની કંપનીઓને તેમના ઉત્પાદન વેચવા માટે પરવાનગી આપીએ છીએ તો જે પણ પૈસા તે ભારતીય ગ્રાહકો પાસેથી લઈ રહ્યા છે તેમાંથી કેટલાક બીસીસીઆઈને બ્રાન્ડ પ્રચાર માટે આપી રહ્યા છે અને બોર્ડ ભારત સરકારને 42 ટકા કર ચૂકવે છે. તેમાં ભારતનો ફાયદો થઈ રહ્યો છે ચીનનો નહીં.


આ પણ વાંચો - ભારત ચીનને આપી રહ્યું છે જડબાતોડ જવાબ, રેલવેએ ખતમ કર્યો ચીની કંપની સાથે કરાર

ઉલ્લેખનીય છે કે લદાખમાં સરહદ પર ગલવાનમાં બંને દેશો વચ્ચે સૈન્ય તણાવના કારણે ભારતમાં ચીન વિરોધી ભાવના છે. ચાર દશકથી વધારે સમયમાં પ્રથમ વખત ભારત-ચીન સરહદ પર હિંસામાં ભારતનાં 20 જવાન શહીદ થયા છે. આ પછી ભારતમાં ચીનના ઉત્પાદનની બહિષ્કારની માંગણી થઈ રહી છે.
First published: June 18, 2020, 10:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading