BCCI કોરોના વાયરસથી થયેલા નુકસાનની ભરપાઇ માટે નહીં રમે આઈસીસી ટૂર્નામેન્ટ!

News18 Gujarati
Updated: May 12, 2020, 3:28 PM IST
BCCI કોરોના વાયરસથી થયેલા નુકસાનની ભરપાઇ માટે નહીં રમે આઈસીસી ટૂર્નામેન્ટ!
BCCI કોરોના વાયરસથી થયેલા નુકસાનની ભરપાઇ માટે નહીં રમે આઈસીસી ટૂર્નામેન્ટ!

ક્રિકેટ ન હોવાના કારણે મોટાભાગના બોર્ડ આર્થિક સંકટ સામે ઝઝુમી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ના કારણે બધી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ સાથે ક્રિકેટ પણ પૂરી રીતે ઠપ છે. ક્રિકેટ ન હોવાના કારણે મોટાભાગના બોર્ડ આર્થિક સંકટ સામે ઝઝુમી રહ્યા છે. બીસીસીઆઈને પણ નુકસાન થઈ રહ્યું છે. જો આઈપીએલનું (IPL) આયોજન નહીં થાય તો બીસીસીઆઈ (BCCI)ને 4 હજાર કરોડ રુપિયાનું નુકસાન થશે. આ નુકસાનની ભરપાઇ કરવા માટે કોરોના વાયરસ ખતમ થયા પછી બીસીસીઆઈ માટે દ્વિપક્ષીય શ્રેણી વધારે મહત્વની રહેશે. બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે (Arun Dhumal)ક્રિકબઝ સાથે ખાસ વાતચીતમાં કહ્યું હતું કે અમે આ વાયરસના કારણે જે પણ દ્વિપક્ષીય શ્રેણી રમી શક્યા નથી, તેમાં અમને નુકસાન થઈ રહ્યું છે. જો અમે આઈપીએલનું આયોજન નહીં કરાવી શકીએ તો તેનાથી 4 હજાર કરોડ રુપિયાનું નુકસાન થશે.

ધૂમલે કહ્યું હતું કે બીસીસીઆઈની પ્રાથમિકતા ક્રિકેટર્સની સુરક્ષા અને તેમનું સ્વાસ્થ્ય છે. જો કોઈ વિન્ડો મળશે તો અમે આઈપીએલનું આયોજન કરવાનું પસંદ કરીશું. જોકે પહેલા થી જ આઈસીસીનો આઠ વર્ષનો ફ્યૂચર ટૂર પ્રોગ્રામ બનેલો છે, જે 2023 સુધીનો છે. આ મહામારીના કારણે હાલના સમયે બધા ક્રિકેટ બોર્ડ સંઘર્ષ કરી રહ્યા છે. દરેક માટે જરુરી છે કે તે બધા બેસે અને ક્રિકેટને પાછા લાવવાની અને નુકસાનની ભરપાઇ કરવા માટે રણનીતિ બનાવે, કારણ કે બધા બોર્ડને નુકસાન થઈ રહ્યું છે. એક વખત ક્રિકેટ શરુ થઈ જાય તો આપણે બધા બોર્ડ સાથે વાત કરીશું, એકબીજાની મદદ કરીશું અને વર્લ્ડ ક્રિકેટને ફરી જીવિત કરીશું.

આ પણ વાંચો - આ મોટા ભારતીય ડાયરેક્ટરે ડેવિડ વોર્નરને આપી ફિલ્મની ઓફર, જાણો શું મળ્યો જવાબ

ધૂમલે કહ્યું કે લગભગ બધા બોર્ડ આર્થિક સંકટ સામે ઝઝુમી રહ્યા છે. આવામાં નજીકના ભવિષ્યમાં આઈસીસી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાના બદલે દ્વિપક્ષીય શ્રેણી રમવા પર વિચાર કરવામાં આવશે. તેનાથી આસાનીથી કોઈપણ ક્રિકેટ બોર્ડ વધારે કમાણી કરી શકે છે. જો વ્યક્તિગત ક્રિકેટ બોર્ડ આર્થિક સંકટ સામે ઝઝુમશે તો આઈસીસી પણ તેનાથી પ્રભાવિત થશે.
First published: May 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading